કાલોલ : 26 ડિસેમ્બર
રવિવારે અટલ બિહારી વાજપેયીજી ની જન્મ જયંતી નિમિતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા કાલોલ નગર અને તાલુકા માં વસતા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને ગરમ ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતું. કાલોલ તાલુકા મહામંત્રી કિરણસિંહ સોલંકી ના અધ્યક્સ્થાને અને કાલોલ તાલુકા અને નગર ના સયોજકો મુકેશસિંહ સોલંકી, તેજસસિંહ પરમાર, જીગર સોની,કૌસલ ઉપાધ્યાય,હર્ષિલ પંડ્યા તેમજ ખંડોળી માજી સરપંચ અશ્વિનસિંહ પરમાર,પ્રતિકભાઈ બારોટ,આરએસએસ સેવા પ્રમૂખ કલ્પેશ સિંહ સોલંકી,અનિલ સિંહ સોલંકી,રોહનભાઈ પટેલ તેમજ યુવા કાર્ય કરતા હાજર રહ્યા.