સુરેન્દ્રનગર : ૧૨ જાન્યુઆરી
12મી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજીનો જન્મ દિવસ. આ દિવસને આપણે યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આવેલા રાણકદેવી મંદિરના દર્શન કરી ભારતીય સંસ્કૃતિમાં વિવાહ સંસ્કાર-સંબંધની ઉદાતતા પરના વિચારો કરતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદજી એક દિવસ સાંજના સમયે લીંબડી આવ્યા હતા. ત્યારે મુસાફરીમાં પરિશ્રમથી થાકી ગયા હતા. એટલે શહેરની બહાર એક મંદિરની અંદર રાતવાસો કરવાનું વિચાર્યું પણ ત્યાંના પુજારીએ ના પાડી. અને કહ્યું કે, અહિયાં સગવડ નથી પણ બાજુમાં જગ્યા છે અને ત્યાં સાધુઓને ઉતારો આપવામાં આવે છે. અને ત્યાં એમણે આશ્રય લીધો હતો. અને પછી વિવેકાનંદજીને ખબર પડી કે, આ જગ્યા ઉપર વામમાર્ગીઓનો અડ્ડો છે. અને એ લોકોએ સ્વામિને બંદી બનાવ્યા હતા. તે વખતે તેમને બ્રહ્મચર્યનું પાલન કરો છો. તેનો ભંગ કરવા માટેની વાત કરતા હતા. ત્યારે સવારે આ જગ્યા ઉપર એક છોકરો દૂધ દેવા આવ્યો તેની મિત્રતા કરી અને તેને એક પથ્થર ઉપર લખીને આપ્યું કે, સાધુ ભય મેં હે. આ વાત લીંબડીના સ્ટેટના ઠાકોરને પહોચાડી દેવા મદદ માંગી અને આ વાત તે છોકરાએ ઠાકોરજીને પહોચાડી પછી લશ્કર આવ્યું અને સ્વામી વિવેકાનંદ છોડાવીને રાજમહેલમાં લાવ્યા હતા. અને ઠાકોર સાહેબે પોતાની સાથે વિવેકાનંદજીને ત્યાં જ રાખ્યા હતા. જ્યાં આજે પણ રામકૃષ્ણ મિશન આશ્રમ છે. અને આ રાજમહેલમાં તે વખતનું પ્રદર્શન છે. અને અહીયાથી સ્વામી વિવેકાનંદને શિકાગો જવાની પ્રેરણા મળી હતી.