અંબાજી : 17 માર્ચ
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નગરી તરીકે જાણીતું છે. જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મા આજે ફાગણી પૂનમ હોઈ મોટી સંખ્યા મા ભક્તો માતાજી ના દર્શન કરવા આવ્યા હતા. માતાજી ના ધામ મા ભક્તો વર્ષે દહાડે માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે.આજે મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી મંદિર આવ્યા હતા શુક્રવારે પૂનમ હોઈ સવાર ની મંગળા આરતી 6 વાગે કરવામાં આવશે . ગુરૂવારે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ અને અંબાજી ઠાકોર સમાજ ના અધ્યક્ષસ્થાને અંબાજીના ગુજરાતી શાળા ના મેદાન મા સાંજે 6:30 વાગે શુભ મુર્હત મા હોળીની વિધિ વિધાન થી પૂજા અર્ચના કરાઈ હતી અને હોળી પ્રગટાવવામાં આવી હતી.
અગ્રવાલ સમાજ અને બીજા અન્ય સમાજ ના લોકો ઠંડી હોળી ની પૂજા કરી હતી.ત્યારબાદ અંબાજી મંદિર ના ભટ્ટજી મહારાજ અને અંબાજી મંદિર ના અધિકારીગણ માતાજી ની મશાલ લઈને ગુજરાતી શાળા આવ્યા હતા અહીં રમેશ ભાઈ મહારાજ અને અન્ય બીજા મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી હોળી ની પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ હોળી દહન કરવામાં આવ્યું હતું ,અંબાજી મા લાકડા ની હોળી અને છાણ ની હોળી એમ બે હોળી પ્રગટાવવામાં આવે છે આ સમયે અંબાજી નો ઠાકોર સમાજ ખાસ હાજર રહે છે જયારે હોળી દહન કરવાની હોય ત્યારે ઠાકોર સમાજ પહેલા હોળી ને જ્વાળા આપે છે ,આ સમયે ઢોલ નગારા સાથે અંબાજી ઠાકોર સમાજ ના લોકો નાચ ગાન કરે છે અંબાજી મંદિર અને ગબ્બર મંદિર ની વર્ષો પહેલા પૂજા અર્ચના ઠાકોર સમાજ ના ભાઈઓ કરતા હતા આમ આજે મોટી સંખ્યામાં લોકો હોળી દહન ના દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરના વહીવટદાર આર.કે પટેલ પણ હાજર રહ્યા હતા