Home Other ભાજપના સ્થાપના દિનની ઉજવણી નિમિતે સામાજિક સમરસતા સપ્તાહ ઉજવણીનો પ્રારંભ

ભાજપના સ્થાપના દિનની ઉજવણી નિમિતે સામાજિક સમરસતા સપ્તાહ ઉજવણીનો પ્રારંભ

176
0

ખેડા જિલ્લા ભાજપ દ્વારા પાર્ટીના સ્થાપના દિનની ઉજવણીનો આજથી પ્રારંભ થયો છે. 43 વર્ષ પૂર્વે 6 એપ્રિલ, 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો હતો. તેને અનુલક્ષી ખેડા જિલ્લા ભાજપ દ્વારા પણ આ પ્રસંગે સામાજિક સમરસતા સપ્તાહ ઉજવાશે. સપ્તાહની ઉજવણીના પ્રારંભે યોજાયેલા ઉદ્ઘાટન સમારંભમાં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જાહ્નવી વ્યાસ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, પૂર્વ સાંસદ ડો.કે. ડી.જેસ્વાણી, અમુલના ચેરમેન વિપુલ પટેલ સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પ્રસંગે પ્રધાનમંત્રી  નરેન્દ્રમોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે. પી. નડ્ડાએ કાર્યકરોને     વર્ચ્યુઅલ માર્ગદર્શન આપ્યું હતું. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતુ કે..ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. જે  રાજકીય કામો ની સાથે સતત સેવકાર્યો કરતી પ્રથમ રાજકીય પાર્ટી છે. કેન્દ્રમાં તેનું શાસન છે. વિશ્વમાં માં ભારતી એટલે કે રાષ્ટ્ર તરીકે ભારતની ગરિમા ઉન્નત બને એ માટે પાર્ટીનો દરેક હોદ્દેદાર, કાર્યકર સમર્પિત ભાવથી કામ કરે છે. સેવા અને સંગઠન એકબીજા સાથે જોડાયેલા છે.એ દિશામ જ  ભાજપનો  દરેક કાર્યકર કામ કરે છે. આગામી કાર્યકમો  નડિયાદ તાલુકો તથા નડિયાદ શેહેર સહિત જિલ્લાભરમાં ઉજવાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here