કાલોલ
૨૫મી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવારનું પંચમહાલ જિલ્લા ગોધરાના રેન્જ આઈજી આર વી અંસારી દ્વારા ગોધરા ખાતે બહુમાન કરવામાં આવ્યું હતું.
પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી ચૂંટણીલક્ષી વિધાનસભા મતવિસ્તારના ક્ષેત્રિય વિભાગોને સોંપેલી મતદાર યાદી સંબંધિત કામગીરી અનુસંધાને કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ જે. પુવારે વર્ષ ૨૦૨૪ દરમ્યાન અત્યંત સમર્પણ અને પ્રામાણિકતા સાથે ૧૨૭-કાલોલ વિધાનસભા મતવિસ્તારના એરો તરીકેની તેમની ફરજો નિભાવી હતી. ઉત્કૃષ્ટ કામગીરીનું પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જે સન્માન બદલ કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવારે પોતાની સાથે જોડાયેલી સમગ્ર ટીમને પણ શ્રેય આપ્યો હતો.