મહેમદાવાદ : 22 નવેમ્બર
વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે..ત્યારે દેશના અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અર્થે પહોંચ્યા હતા..ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મહેમદાવાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર અર્જૂનસિંહ ચૌહાણના ચૂંટણી પ્રચાર અર્થે પહોંચ્યા હતા…અને વધુમાં જણાવ્યું હતું કે,,,, કોંગ્રેસના શાસનમાં આતંકવાર કરફયુ ખુબજ ફુલોફાલ્યો હતો… પરંતુ હાલમાં ગુજરાત આ દુષણોથી મુકત બનીને ડબલ એન્જીનવાળી સરકાર હાલમાં વિકાસની હરણફાળ ભરી રહી છે… ત્યારે ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ કોંગ્રેસનું નામોનિશાન ન રહેવુ જોઈએ..હાલમાં વૈશ્વિક નેતૃત્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપને ભારે ગૌરવ અપાવ્યુ છે. વિશ્વની પાંચ મહાશકિતઓમાં ભારતનો સમાવેશ થયો છે. આગામી વર્ષોમાં વિશ્વના વીસ મોટા દેશોનું નેતૃત્વ પણ ભારતના વડાપ્રધાન કરશે તે વાત સુનિશ્ચિત બની છે. કોરોનાકાળમાં સમગ્ર વિશ્વ હલબલી ગયુ ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અને ગુજરાતની સરકારે આગોતરૂ આયોજન કરીને મફત રસીકરણની સાથે સાથે મફત રાશન પણ આપીને આ કોરોનાનો સંગ્રામ જીતવામાં ભારે સફળતા પ્રાપ્ત કરી છે વડાપ્રધાનને. આભારી છે …. આ સમારંભમાં જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ, પ્રદેશમંત્રી જહાન્વીબેન વ્યાસ અને પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણ સહીત જીલ્લા અને તાલકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.