Home કાલોલ કાલોલ માં શ્રી ગોવર્ધનનાથજી હવેલી મા પ્રભુ ચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાંઈજી...

કાલોલ માં શ્રી ગોવર્ધનનાથજી હવેલી મા પ્રભુ ચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાંઈજી પ્રભુ નો ૫૦૮ મો પ્રાગટય દિવસ ખૂબ ધામધૂમ પૂર્વક મનાવ્યો.

114
0

ભારત: 18 ડિસેમ્બર


તા- ૧૭/૧૨/૨૦૨૨ ને શનિવાર ના રોજ કાલોલ ના બાળકો ,યુવાનો તથા સમસ્ત વૈષ્ણવ સમાજ ધ્વારા શ્રીમદ પ્રભુ ચરણ વિઠ્ઠલનાથજી શ્રી ગુસાંઈજી નો પ્રાગટય ઉત્સવ મનાવી ધન્યતા અનુભવી હતી. આ ઉત્સવ ના ઉપલક્ષય માં પ.પુ.પા ગો.૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રી ધ્વારા સમસ્ત વલ્લભીય વૈષ્ણવો ને ખુબ ખુબ વધાઈ પાઠવી હતી.કાયૅક્રમ માં સવારે શ્રી ગોવર્ધનનાથજી હવેલી માં શ્રીના પલના – નંદ મહોત્સવ ના દર્શન સવારે થયા હતા. જેમા સમગ્ર કાલોલ વૈષ્ણવ સમાજ ના વૈષ્ણવ ભાઈ બહેનોએ દર્શન નો અલૌકીક લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.જેમા આ વર્ષે “પુષ્ટિ સંસ્કાર એકેડમી” ના તમામ બાળકોએ દર્શન નો અલૌકીક લાભ લઈ આનંદીત થયા હતા.

આ પવિત્ર દિવસ ના ઉપલક્ષય માં સાંજે સમસ્ત વૈષ્ણવ સમાજ ના પાઠ શ્રી ગોવર્ધનનાથજી હવેલી માં રાખવામા આવ્યા હતા. ત્યારબાદ હવેલી માંથી શ્રીમદ પ્રભુ ચરણ શ્રી ગુસાંઈજી પ્રભુ ની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. જેમા સમગ્ર વૈષ્ણવ સમાજ મોટી સંખ્યામાં ધ્વારા આનંદ લુટવામા આવ્યો હતો. જેમા વિશેષ “પુષ્ટિ સંસ્કાર એકેડમી” ના બાળકોએ પણ આનંદ ઉઠાવ્યો હતો,દરેક બાળકો પીળા વસ્ત્રો પહેરી જોડાયા હતા જે શોભાયાત્રા માં આકર્ષણ નુ કેન્દ્ર બન્યા હતા.તેમજ સમગ્ર વૈષ્ણવ સમાજ ના વૈષ્ણવો ધ્વારા રાસ ની ભવ્ય રમઝટ જમાવી હતી.
આ કાયૅક્રમ ને સફળ બનાવવા શ્રી ગોવર્ધનનાથજી હવેલી ના અધિકારીજી,શ્રી ગોવર્ધનનાથજી હવેલી કાલોલ ના કિર્તન કારો એવમ મંદિર મંડળના સર્વે યુવા કાયૅકતાઓ એ જહેમત ઊઠાવી હતી.

અહેવાલ : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here