Home નર્મદા આણંદ ના મોગરી સ્થિત અનુપમ મિશન સંસ્થા દ્વારા નર્મદા જિલ્લાના T.B દર્દીઓને...

આણંદ ના મોગરી સ્થિત અનુપમ મિશન સંસ્થા દ્વારા નર્મદા જિલ્લાના T.B દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવી

231
0

નર્મદા: 22 માર્ચ


રાજપીપલા ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર અને અનુપમ મિશનના સંયુક્ત ઉપક્રમે ટીબીના દર્દીઓ માટે પોષણકીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આણંદ ના મોગરી સ્થિત અનુપમ મિશન સંસ્થા દ્વારા નર્મદા જિલ્લાના T.B દર્દીઓને 200થી વધારે દર્દીઓને પ્રોટીનયુક્ત આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું..

મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર હાલ પુર જોશમાં કામગીરી કરી રહ્યું છે, ત્યારે જિલ્લા ક્ષય કેન્દ્ર અને અનુપમ મિશનના સંયુક્ત ઉપક્રમે ટીબીના દર્દીઓને ન્યુટ્રિશિયન કીટ ઉપલબ્ધ કરાવવા સહિત ટીબીને જડમૂળથી સમાપ્ત કરવા માટેના આ જનભાગીદારીને જનઆંદોલનમાં બદલવા માટે લોકોને જાગૃત કરવાના ઉમદા આશય સાથે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આરોગ્ય સમિતિના અધ્યક્ષ નિલાંબરીબેન વસાવા, જિલ્લા ટીબી અધિકારી ડો. ઝંખનાબેન વસાવા સહિત અનુપમ મિશનના પ્રતિનિધિએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને ટીબીના દર્દીઓ માટે કાળજી લેવા સહિત દર્દીઓને હુંફ અને પ્રેમ સાથે સકારાત્મક વાતાવરણ ઉભુ કરીને તેમના પ્રત્યે સારી ભાવના કેળવી પોતાની ફરજ અદા કરવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિક્ષય મિત્ર બનીને જિલ્લાના સામાન્ય નાગરિકથી લઈને જન પ્રતિનિધિ, બિન સરકારી સંસ્થા, કોર્પોરેટ સંસ્થા નિક્ષયમિત્ર બનીને પોતાની સમાજ પ્રત્યેની મહત્વપૂર્ણ ભાગીદારી નિભાવે તે માટે પણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના દર્દીઓ માટે નિ:શુલ્ક સારવારની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ અનુપમ મિશનને પણ વડાપ્રધાનના ટીબી મુક્ત ભારતના સ્વપ્નને આગળ ધપાવતા જિલ્લાના દર્દીઓ માટે સમયાંતરે પોષણકીટ ઉપલબ્ધ કરાવીને પોતાની ફરજ નિભાવિ અન્ય માટે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે. સાથેજ જિલ્લા આરોગ્ય વિભાગ 2025 પહેલા નર્મદા જિલ્લો સંપૂર્ણ T.B મુક્ત બને એ દિશામાં કામગીરી કરી રહ્યું છે..

આણંદ ના મોગરી સ્થિત અનુપમ મિશન સંસ્થા દ્વારા કેવડિયા વિસ્તારમાં 2006થી ચાલતા આશા પ્રોજેકટ ના સહયોગ વડે ટીબીની સારવાર હેઠળના દર્દીઓને પ્રોટીનયુક્ત આહાર ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું. આ સંસ્થા દ્વારા છેલ્લા સાત માસથી ઝરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ટીબીની સારવાર હેઠળના તમામ દર્દીઓને આવી પ્રોટીન યુક્ત આહારની કીટ આપવામાં આવી રહી હતી, ચાલુ માસ દરમિયાન સમગ્ર સાગબારા તાલુકાના દર્દીઓ, ગરુડેશ્વર ના ઝરીયા,જેતપોર,બોરીયા,વાઘપુરા તેમજ નાંદોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ટી.બી ના કુલ 200થી વધારે દર્દીઓને પ્રોટીનયુક્ત આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચાલુ સાલ અનુપમ મિશન સંસ્થા દ્વારા એક અનોખા સેવાકાર્ય નો આરંભ કરવામાં આવ્યો હતો તે અંતર્ગત તિલકવાડા, જેતપુર અને વાઘપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ANC/PNC મહિલાઓને પ્રોટીન રીચ ડાયેટ 472 કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું. આવી અન્ય સેવાકીય સંસ્થાઓ જો સેવાકાર્ય માટે આગળ આવે તો 2025 પહેલા ચોક્કસથી આપણો દેશ ટીબી મુક્ત બનશે તેમજ નિઃસહાય લોકોને તેનો લાભ મળશે…

અહેવાલ : વિશાલ મિસ્ત્રી, રાજપીપળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here