Home Other સુરેન્દ્રનગર જિલ્લાના ૧૫ થી ૧૮ વર્ષના ૪૦ હજારથી વધુ બાળકોને રસી આપવામાં...

સુરેન્દ્રનગર જિલ્લાના ૧૫ થી ૧૮ વર્ષના ૪૦ હજારથી વધુ બાળકોને રસી આપવામાં આવી…

70
0

સુરેન્દ્રનગર: ૭ જાન્યુઆરી


સમગ્ર રાજ્યમાં કોવિડ-૧૯ની રસીકરણ કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના પ્રતિરોધક રસીના ડોઝ આપી રક્ષિત કરવાની કામગીરી સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લાના કુલ ૪૦,૩૭૯ બાળકોને કોરોના પ્રતિરોધક રસી આપી રક્ષિત કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાનાં ૧૦ તાલુકાઓમાં સરકારી, અર્ઘ સરકારી તથા ખાનગી શાળાઓમાં આ રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે ચોટીલા તાલુકામાં ૨,૧૩૫, ચુડા તાલુકામાં ૧,૮૩૨, ધ્રાંગધ્રા તાલુકામાં ૬,૧૩૦, લખતર તાલુકામાં ૧,૫૯૨, લીંબડી તાલુકામાં ૪,૭૦૭, મુળી તાલુકામાં ૨,૬૪૯, પાટડી તાલુકામાં ૩,૫૬૫, સાયલા તાલુકામાં ૨,૫૨૬, થાનગઢ તાલુકામાં ૧,૦૬૭ અને વઢવાણ તાલુકામાં ૧૪,૧૧૭ મળી કુલ ૪૦,૩૭૯ બાળકોને કોરોના પ્રતિરોધક રસી આપી રક્ષિત કરવામાં આવ્યા છે.


રીપોર્ટરઃ સચિન પીઠવા સુરેન્દ્રનગર
Previous articleશેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા ખાતે NSS વિભાગના સહયોગથી વેક્સિનેશન કેમ્પ યોજાયો
Next articleમહેસાણા:શાળાએ ન આવતા અને રસી થી વંચિત લોકોને ગ્રાઉન્ડ જીરો પર જઈ રસી આપવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here