ભુજ : 14 ફેબ્રુઆરી
કચ્છ જિલ્લાના ચાર દિવસ પ્રવાસે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રવિવારના રોજ દિનદયાલ કંડલા પોર્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પોર્ટ પરની ગતિવિધીથી લઇ કામગીરી સુધીનું નિરીક્ષણ કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છેલ્લા ચાર દિવસથી કચ્છ જિલ્લાના પ્રવાસે છે, તેઓએ આ દરમિયાન બીએસએફ સાથેની મુલાકાત સહિત વિવિધ સ્થળોનો પ્રવાસ કર્યો હતો. જેમાં સોમવારના રોજ તેઓ દિનદયાળ કંડલા પોર્ટ પર પહોંચ્યાં હતાં. તેમના આગમનના પગલે પોર્ટ પરનું તંત્ર સાબદુ બની ગયું હતું. રાજ્યપાલે પોર્ટ ફ્રન્ટ વોટર એરિયા, પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કાર્ગો જેટી અને લિક્વિડ જેટીની ટગ- ફેરીમાં બેસીને મુલાકાત લીધી હતી અને પોર્ટની કામગીરી વિશે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે લેડી ગર્વનર દર્શના દેવી પણ હાજર રહ્યાં હતાં.
રાજ્યપાલ દેવવ્રતની કંડલા બંદરની મુલાકાત દરમિયાન પોર્ટના અધ્યક્ષ એસ.કે. મહેતા, ચેરમેન સંજય મહેતા, ઉપાધ્યક્ષ નંદીશ શુકલ, ડેપ્યુટી કન્ઝર્વેટર કે. મોહંતી, સિનિયર ડેપ્યુટી ટ્રાફિક મેનેજર સુદીપ્તો બેનર્જી, ચીફ એન્જિનીયર મુર્ગદાસ, સીઆઈએસએફના કમાન્ડન્ટ અભીજીતકુમાર, પોર્ટ પ્રવકતા ઓમ પ્રકાશ ખાસ હાજર રહ્યાં હતાં.