Home રાજકારણ યાત્રાધામ અંબાજીમાં યુવા ભાજપ કાર્યકરોએ કોંગ્રેસના પૂતળાનું દહન કર્યું ,કોંગ્રેસ હાય હાય...

યાત્રાધામ અંબાજીમાં યુવા ભાજપ કાર્યકરોએ કોંગ્રેસના પૂતળાનું દહન કર્યું ,કોંગ્રેસ હાય હાય ના નારા લાગ્યા

60
0
અંબાજી:૬ જાન્યુઆરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના કાર્યક્રમ માં જતા હતા ત્યારે પંજાબના ખેડૂતો દ્વારા વડાપ્રધાન ના કાફલાને ઘેરવાનો પ્રયત્ન થયો હતો.અહીંથી પાકિસ્તાની બોર્ડર પણ નજીક હોઈ વડાપ્રધાનના જીવ ને જોખમ ઉભું થયું હોય તેવો માહોલ ઉભો થયો હતો.હાલ ખાલીસતાની મુવમેન્ટ પણ સક્રિય થઈ હોઈ ત્યાં કોઈપણ અઘટિત ઘટના બની શકે તેમ હોવાનું સુરક્ષા જાણકારો જણાવી રહ્યા છે.જોકે વડાપ્રધાન નો કાફલો સુરક્ષિત પરત ફરતા સમગ્ર દેશમાં એક સંવેદના ઉભી થઇ છે અને પંજાબની કોંગ્રેસ સરકાર તરફે લોકરોષ ઉભો થઈ રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાફલા ને ઘેરવા મુદ્દે પંજાબ સરકારની સુરક્ષા ચૂક ને લઈ સમગ્ર દેશમાં પંજાબની કોંગ્રેસ સરકાર વિરૂધ્ધ લોકરોષ ભભૂકી ઉઠ્યો છે.યાત્રાધામ અંબાજી ખાતે ભાજપ સંગઠન દ્વારા કૉંગ્રેસનો પૂતળા દહન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં ભાજપી નેતાઓ જોડાયાં હતા.

મહત્વનું છે કે દિનેશ પૂજારી ની આગેવાનીમાં આ કાર્યક્રમ ખોડીવડલી સર્કલ પર યોજાયો હતો.જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો એ કોંગ્રેસ વિરૂધ્ધ સુત્રોચાર કર્યા હતા.કોંગ્રેસ હાયહાય ના નારાથી ગામ ગજવી મૂક્યું હતું.મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવા ભાજપ કાર્યકરો દ્વારા કોંગ્રેસના પૂતળા પણ દહન કરવામાં આવ્યું હતું.

અહેવાલ ; અલ્કેશ ગઢવી,અંબાજી 
Previous articleછોટા-ઉદેપુર ખાતે કોગ્રેસ જિલ્લા સંયોજક ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું
Next articleભુજમાં મહિલાઓ માટે યોજાયો સ્કિન પ્રોડકટ સેમિનાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here