Home Other પાટડીમાં કોરોનાની કહેર વચ્ચે ખ્યાતનામ ગુજરાતીના ફિલ્મી અને ગાયક કલાકારો વચ્ચે બે...

પાટડીમાં કોરોનાની કહેર વચ્ચે ખ્યાતનામ ગુજરાતીના ફિલ્મી અને ગાયક કલાકારો વચ્ચે બે દિવસની ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ…

117
0
સુરેન્દ્રનગર : ૧૧ જાન્યુઆરી

– આ કલાકારો વચ્ચે યોજાયેલી ક્રિકેટ ટૂર્નામેન્ટ બાદ કટોસણ સ્ટેટ દ્વારા વિજેતા ટીમને ટ્રોફી અને ઇનામોનું વિતરણ કરાયુ


– ગુજરાત તમામ કલાકાર મિત્રો પાટડીના એક રિસોર્ટમાં બે દિવસ ક્રિકેટનું આયોજન જેતપુર ગામના દેસાઈ વિષ્ણુભાઈએ કર્યું હતુ.


પાટડીમાં કોરોનાની કહેર વચ્ચે ખ્યાતનામ ગુજરાતીના ફિલ્મી અને ગાયક કલાકારો વચ્ચે બે દિવસની ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ હતી. આ કલાકારો વચ્ચે યોજાયેલી ક્રિકેટ ટૂર્નામેન્ટ બાદ કટોસણ સ્ટેટ દ્વારા વિજેતા ટીમને ટ્રોફી અને ઇનામોનું વિતરણ કરાયુ હતુ. આ કલાકારો વચ્ચે યોજાયેલી ક્રિકેટ ટૂર્નામેન્ટ બાદ કટોસણ સ્ટેટ દ્વારા વિજેતા ટીમને ટ્રોફી અને ઇનામોનું વિતરણ કરાયુ હતુ.

પાટડી ખાતેના એક રીસોર્ટમાં કોરોનાની કહેર વચ્ચે ગુજરાતના ખ્યાતનામ ડાયરા અને ફિલ્મી કલાકારો જેવા કે, ગમનભાઈ સાંથલ, જીગ્નેશભાઈ કવિરાજ, રાકેશભાઈ બારોટ, ગીતાબેન રબારી, કાજલ મહેરિયા, તેજલ ઠાકોર, કિંજલ દવે, દેવ પગલી, વિજય સુવાળા, દિવ્યા ચૌધરી, વનીતા પટેલ, મિતલ રબારી અને બીરજુ બારોટ સહિતના 50થી વધારે કલાકારો વચ્ચે ભવ્ય બે દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ. આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 25થી વધારે હિરોઈનો પણ હાજર રહી ક્રિકેટ મેચની મજા માણી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કટોસણ સ્ટેટના છોટે રાજા ધર્મપાલસિંહ ખાસ હાજર રહ્યાં હતા. અને કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સોમનાથ રેજેન્ટા હોટલના માલિક ધનસુખભાઈ પણ હાજર રહ્યાં હતા. આ ટૂર્નામેન્ટના અંતમાં ફાઇનલ મેચ ગમન સાંથલ અને જીગ્નેશ કવિરાજની ટીમ સામે દેવ પગલી, વિષ્ણુ દેસાઈ અને બીરજુ બારોટની ટીમ રમી હતી. જેમાં ગુજરાતનું ગૌરવ ભારત દેશનું એક રેકોર્ડ બનાવ્યો છે, તેવા દેવ પગલીની ટીમ વિજય બની હતી વિજેતા ટીમને ટ્રોફી ધર્મપાલ સિંહના વરદ હસ્તે આપવામાં આવી હતી.


અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here