Home ગીર સોમનાથ એક વર્ષથી પાકીસ્તાન જેલમાં કેદ ગીર સોમનાથના માછીમારનું શંકાસ્પદ મોત….

એક વર્ષથી પાકીસ્તાન જેલમાં કેદ ગીર સોમનાથના માછીમારનું શંકાસ્પદ મોત….

135
0

ગીર સોમનાથ: ૧૭જાન્યુઆરી


મૃતક માછીમાર એક વર્ષથી પાક જેલમાં બંદીવાન હતો અને તેના મોતનું કારણ હજુ અકબંધ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા બંદરના માછીમારનું પાકીસ્તાન જેલમાં શંકાસ્પદ મૃત્યુ નીપજ્યાના સમાચાર અત્રે આવતા તેના પરીવાર સહિત માછીમાર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતક માછીમાર પાકીસ્તાન જેલમાં બંદીવાન હતો. તેના મૃતદેહને લેવા ફિશરીઝ વિભાગની ટીમ વાઘા બોર્ડર પહોચી છે.

(મૃતક નો ફાઈલ ફોટો)

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા બંદરના જેન્તી કરશન સોલંકી નામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ નીપજયુ છે. આ માછીમાર ગત વર્ષે પોરબંદરની રસુલ સાગર નામની ફિશિંગ બોટમાં માછીમારી માટે ગયેલ હતો. પ્રથમ ટ્રીપમાં જ ભારતીય જળ સીમા નજીકથી આ બોટ અને તેમાં રહેલા માછીમારોનું પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા અપહરણ કરાયેલ હતુ. બાદ છેલ્લા એક વર્ષથી પાકિસ્તાન જેલમાં બંધક હતો. જો કે, માછીમાર જેન્તી સોલંકીના મોતનું કારણ હજુ અકબંધ છે. સંભવતઃ આજે મૃતક માછીમાર નો મૃતદેહ વાઘા બોર્ડરે ભારતને સોંપશે. જેથી સ્થાનીક ફિશરીઝ વિભાગની ટીમ વાઘા પહોંચી હોય ત્યાંથી મૃતક માછીમારના મૃતદેહનો કબજો સંભાળી સુત્રાપાડા ખાતે લઈ આવશે.

વધુમાં મૃતક માછીમાર જેન્તી કરશન સોલંકી મૂળ સંઘ પ્રદેશ દિવના વણાંકબારાનો છે અને હાલ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં સાસરે પરિવાર સાથે રહેતો હતો. માછીમાર જેન્તી કરશન સોલંકીનું પાકિસ્તાન ની જેલમાં શંકાસ્પદ મૃત્યુના સમાચાર મળતાં પરિવાર ઉપર આભ તુટી પડ્યુ હોય તેમ બધા શોકમાં ગરકાવ થઈ ગયા હતા.


અહેવાલ :રવિ ખખ્ખર, સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here