અંબાજી: 25 ઓગસ્ટ
હિસાબી અધિકારી ના જણાવ્યા મુજબ એસ. બી.આઇ. બેંક સ્વીકારતી નથી વિદેશી ચલણ ,કે પછી હિસાબી અધિકારી ની ઓફિશિયલ પેપર વર્ક માં ખામી ???
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભારત માં થી જ નહિ પરંતુ વિદેશ માં પણ રહેલા માઈ ભકતો માં અંબા ના ચરને શીશ નમાવવા આવી પહોંચતા હોય છે ત્યારે વિદેશી ભક્તો દ્વારા અંબાજી મંદિર માં દાન – ભેંટ ચઢવાતી હોય છે .
ત્યારે વિદેશી ચલણ ને જમાં લઈ આ ચલણ ને બેંક માં જમાં કરાવી ભારતીય ચલણ માં રૂપાંતર કરી જે તે દેશ ના ચલણ ની સામે ભારતીય ચલણ ની કિંમત મુજબ રૂપાંતર કરી મંદિર ના ખાતા માં જમાં કરવાની હોય છે પરંતુ છેલ્લા ઘણા સમય થી અંબાજી મંદિર માં આવતા વિદેશી ચલણ ના દાન ને બેંક માં જમાં કરાવના બદલે ભંડારા માં ડબ્બા માં બંધ કરી ને મૂકી રાખ્યા ની વાત સાંભળવા મળી રહી છે ત્યારે આ બાબતે હિસાબી અધિકારી નો સંપર્ક કરતા તેમના દ્વારા જણાવવા માં આવેલ કે દાન માં આવતું વિદેશી ચલણ મંદિર ના એસ.બી.આઇ બેંક ના ખાતા માં જમાં કરાવવા જતા બેંક દ્વારા વિદેશી ચલણ સ્વીકારવામાં આવતું નથી જેના કારણે અહી મૂકી રાખવા પડે છે. ત્યારે ઉઠતો સવાલ કે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ માં વર્ષો પહેલા જ્યારે વિદેશી દાન આવતું હતું ત્યારે દાન સ્વીકારી ને મંદિર ના એચ.ડી.એફ.સી બેંક ની શાખા માં વિનિમય રૂપાંતર કરી જમાં થતું હતું પરંતુ છેલ્લા ઘણા વર્ષ થી આ વિન્મય રૂપાંતર શા માટે બંધ છે ? તેવો સવાલ ઊભો થાય છે ત્યારે જાણવા મળ્યા મુજબ મંદિર ટ્રસ્ટ દ્વારા વિદેશી ચલણ રૂપાંતર માટે ની જરૂરી કાગળ – કાર્યવાહી પૂરી ના કરતા વિદેશી ચલણ સ્વીકારવાનું અટકી પડેલ છે . હવે આ બાબતે કોણ જવાબદાર ? મંદિર ટ્રસ્ટ ના હિસાબી અધિકારી ની અણઆવડત ને બેદરકારી કે પછી બેંક ?? અને વિદેશી ભક્તો દ્વારા ચઢવતા ચઢાવા ને જમાં ના કરાવી ડબ્બા માં બંધ કરી મૂકી દેવાના હોય તો પછી વિદેશી ચલણ નું દાન સ્વીકારવાનું બંધ કેમ નથી કરાતું? આવા અનેક સવાલો વચ્ચે મંદિર ટ્રસ્ટ ની કામગીરી બાબતે કર્મચારીઓ ની ધાંધલ – ધુપ્પલ ગિરિ ચાલતી હોવા ની શંકા સેવાય તો નવાઈ નહી……