પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન એવા NCPના વરિષ્ઠ નેતા શરદ પવાર આજે આણંદ જિલ્લાના મહેમાન બન્યા હતા. ગુજરાત રાજ્યના NCP પ્રદેશ પ્રમુખ જયંત પટેલની દીકરી ક્રિશ્નાના લગ્ન આજે બોસ્કી ના વેરાખાડી સ્થિત ફાર્મ હાઉસ ખાતે યોજાયા હતા જેમાં લગ્ન પ્રસંગમાં શરદ પવારે હાજરી આપીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.
ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત પટેલની દીકરી ના લગ્ન વહેરાખાડી ખાતે આવેલ ફાર્મહાઉસમાં રાખવામાં આવ્યા હતા….
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે NCPના ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત પટેલની દીકરી ક્રિષ્નાના લગ્ન મૂળ વડોદરાના અને હાલ અમેરિકામાં સ્થાયી યુવક રોનક સાથે બોસ્કીના વહેરાખાડી ખાતે આવેલ કરમા ફાર્મ હાઉસમાં થયા હતા. આ પ્રસંગે નવદંપતીને આશીર્વાદ આપવા માટે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને NCPના વરિષ્ઠ નેતા શરદ પવાર મેહમાન બન્યા હતા.