આણંદ: 23 સપ્ટેમ્બર
યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં સમગ્ર દેશ વિકાસ, કૌશલ્ય, શિક્ષણ સહીત અનેકવિધ સિધ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, મંત્રીઓ અને સાંસદઓ ઉપસ્થિતિમાં સમયાંતરે યોજાતી સંસદિય કાર્યવાહી યોજાય છે. આ પ્રકારની કાર્યવાહી અંગે વિધાર્થીઓ માહિતગાર થાય તે માટે આણંદ સાંસદ કાર્યાલય ખાતે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો.
આણંદ ખાતે કાર્યરત સાંસદ મિતેશભાઈ પટેલના જનસેવા કાર્યાલય ખાતે વિદ્યાનગરની વી.એન્ડ સી. પટેલ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના ધોરણ ૭, ૮ અને ૯ ના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ અંતર્ગત દિલ્હી પાર્લામેન્ટ ખાતે સંસદિય કાર્યવાહી સંદર્ભે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. વાર્તાલાપ કાર્યકમ દરમિયાન 350 થી વધુ વિદ્યાર્થીઓ આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ સમક્ષ ઉપસ્થિત રહી ને સંસદીય કાર્યવાહી સંદર્ભમાં તેમજ અનેકવિધ સરકારી લોકકલ્યાણની યોજનાઓ બાબતે જાણકારી પ્રાપ્ત કરી હતી.
અહેવાલ : પ્રતિનિધિ આણંદ