અંબાજી : 22 સપ્ટેમ્બર
યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર એ કાર્યકર્તાઓ ને સંબોધન કરી યાત્રા ની શરૂઆત કરાવી…….
સોમનાથ થી સૂઇગામ સુધીની પણ પરિવર્તન યાત્રા યોજાશે……
ગુજરાત માં ટુંક સમય માં વિધાનસભા ની ચુંટણી આવાની છે ત્યારે ચુંટણી પહેલા ના દરેક પક્ષ ના કાર્યક્રમ ના પડઘા સંભળાવવા ના શરૂ થયી ગયા છે. ત્યારે આજ રોજ ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રા નો અંબાજી થી ઉમરગામ સુધી ની પરિવર્તન યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં ગુજરાત ના યુથ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ભાઈ ઠાકોર ના નેતૃત્વ હેઠળ યુવા પરિવર્તન યાત્રા માટે આવેલ જિલ્લા ના તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓ ને સંબોધન કરી રાહુલ ગાંધી ના આપેલ તમામ ૮ વચનો ને પૂર્ણ કરવા તેમજ લોકો માં કોંગ્રેસ પ્રત્યે વિરોધી પક્ષ દ્વારા ઊભી કરવામાં આવેલ નકારાત્મક છબી ને દૂર કરવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું.
દેશ માં યુવાનો ને ધંધા રોજગાર પૂરા પાડી તેમજ ખેડૂતો અને જનસામાન્ય ના તમામ વર્ગ ના લોકો ના હિત સધાય તે રીત ની કામગીરી થશે એવું પ્રદેશ કોંગી પ્રમુખ દ્વારા જણાવાયું હતું તેમજ દેશ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલ 8 વચનો ને પૂર્ણ કરાશે અને ૧૨૫ સીટો પર વિજય મેળવી ફરી કોંગ્રેસ ને શાશન માં લાવવા દરેક કોંગ્રેસ કાર્યકર્તાઓ ને મહેનત કરવા જણાવાયું હતું. અંબાજી થી ઉમરગામ બાદ બીજી યુવા પરિવર્તન યાત્રા નો આરંભ સોમનાથ થી કરશે જે બનાસકાંઠા ના સૂઇગામ સુધી કરવામાં આવશે તેવું યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા જણાવાયું હતું.