પાટણ : 22 સપ્ટેમ્બર
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને આપના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા તથા પ્રદેશ અગ્રણી ઈશુદાન ગઢવી બે દિવસ પાટણ અને સિદ્ધપુરની મુલાકાતે આવનાર છે જે અંતર્ગત કાર્યક્રમોની રૂપરેખા આપવા પાટણ બેઠકના ઉમેદવાર લાલેશ ઠક્કર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિધાનસભાની ચૂંટણીઓને અનુલક્ષી રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર સાથેની ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે આ વખતે આમ આદમી પાર્ટી એ પણ ગુજરાતની ચૂંટણીઓમાં ઝંપલાવ્યું છે જે સંદર્ભે દિલ્હીના આપના વરિષ્ઠ નેતાઓ ગુજરાતમાં પ્રવાસો કરી રહ્યા છે ત્યારે મનીષ સિસોદિયા બે દિવસ માટે પાટણની મુલાકાતે આવનાર છે જે સંદર્ભે પાટણ બેઠકના ઉમેદવાર લાલેસ ઠક્કરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે દિલ્હીમાં શાળાઓમાં અમૂલ્ય પરિવર્તન લાવનાર મનીષ સિસોદિયા 23/9/2022 ને શુક્રવારના રોજ પાટણ અને બાલીસણાની મુલાકાતે આવનાર છે. તેઓ શુક્રવારે સવારે 10:00 કલાકે શહેરના ત્રણ દરવાજાથી મુખ્ય બજાર થઈ પાલિકા બજાર સુધીનો રોડ શો કરશે જે દરમિયાન વ્યાપારીઓ વિદ્યાર્થીઓ સાથે લોક સંવાદ કરી લોકોના મંતવ્ય જાણશે ત્યારબાદ પત્રકારો સાથે વાર્તાલાપ કરશે અને સાંજે બાલીસણા ખાતે જાહેર સભાને સંબોધશે તારીખ 24 9 22 ને શનિવારના રોજ સવારે 10:00 કલાકે સિદ્ધપુર ખાતે પણ મુખ્ય બજારમાં રોડ શો યોજી લોકો સાથે સંવાદ કરશે.
પાટણ બેઠકના આપના ઉમેદવાર લાલે ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ત્રણ વર્ષ અગાઉ નમો ટેબલેટ પેટે રૂપિયા 1000 ઉઘરાવવામાં આવ્યા હતા પરંતુ આજ દિન સુધી એક પણ વિદ્યાર્થીને ટેબ્લેટ આપ્યા નથી. જે મુદ્દે આપના વિદ્યાર્થી સંગઠન દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં વિદ્યાર્થીઓને ટેબલેટ અપાયા નથી. માટે આગામી બીજી ઓક્ટોબર સુધી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં નહીં આવે તો આપ દ્વારા ઉપગ્ર આંદોલન કરવામાં આવશે.