સુરેન્દ્રનગર: 21 સપ્ટેમ્બર
થાનગઢ પોલીસનો વહીવટ દિન પ્રતિ દિન કથળી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે. ત્યારે પોલીસ એક નવા
વિવાદમાં સપડાઈ જવા પામી છે. થાન બાર એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ સોલંકી, ઉપપ્રમુખ વિજયભાઈ દાણા, સદસ્ય અશ્વિન રાઠોડ, જે. ડી.ચાવડા ,ભવદીપસિંહ રાણાના જણાવ્યા મુજબ થાનગઢમાં કોઈપણ ફરિયાદી કે વકીલો પોતાના અસીલ સાથે પોલીસ મથકે ફરિયાદ કરવા જાય ત્યારે થાનગઢ પી.આઇ. આઇ. બી. વલવી પી.એસ.આઇ. મલ્હોત્રા તથા પોલીસ કોન્સ્ટેબલ
નટુભાઈ વગેરે સહિતના કર્મચારીઓ પોલીસ મથક જાણે કે પોતાની માલિકીની સંપતિ હોય તેમ પ્રજાજનોને પોલીસ મથકે આવવાની ના પાડી બંધારણનું અપમાન કરી રહ્યા છે. કારણ કે પોલીસ મથકે કોઈની માલિકીની સંપત્તિ નથી. પોલીસ મથકના કોઈપણ અધિકારી કે કર્મચારી કોઈને આવવા કે જવાની ના પાડી શકે નહિ. પરંતુ બંધારણનું અપમાન કરી બંને અધિકારીઓ તથા કર્મચારીઓ ફરિયાદીઓની ફરિયાદ લેતા નથી. તેમજ ફરિયાદી વકીલ ને સાથે લઈ ને પોલીસ સ્ટેશન જઈ તો પી.એસ. ઓ રિસિવ કોપી કરી આપતા નથી ને કહે છે કે વકીલો ને પોલીસ સ્ટેશન આવું નહિ નકર કાયદા વિભાગ માં કહીને સનદ રદ કરી દેશું ફાર કે ફરિયાદમાં સહી પણ કરી આપતા ન હોય. પોલીસ મથકની માલિકી બાબત નો વિવાદ ચર્ચાના ચકડોળે ચડ્યો છે.