આણંદ: 21 સપ્ટેમ્બર
કૃષિ મહાવિદ્યાલય – વ- કૃષિ પોલીટેકનીક, આ.કૃ.યુ. વસો ખાતે વિદ્યાર્થી સંઘ દ્વ્રારા તારીખ ૧૭/૦૯/૨૦૨૨ ના રોજ વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રેની ઉજ્જવળ તકોની પ્રત્યક્ષ માહિતી મળી રહે તે હેતુથી “સજીવ ખેતી, મૂલ્ય વર્ધન અને માર્કેટીંગ” વિષય ઉપર સંવાદનું આયોજન માન. કુલપતિશ્રી, ડૉ. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું. સદર કાર્યક્ર્મમાં કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ પોલીટેકનીકના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ ગણે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સત્વ ઓર્ગેનીકના ફાઉન્ડર શ્રી દેવેશભાઇ પટેલ, પ્રગતીશીલ ખેડૂત અને ઉદ્યોગ સાહસીક (ગામ: બોરીયાવી) દ્વ્રારા પોતાના વિચારો રજુ કરવામા આવ્યા હતા.
જેમાં વિદ્યાર્થીઓને સજીવ ખેતી અને તેની પધ્ધતીઓ, હળદર અને આદુ પાકમાં મૂલ્ય વર્ધન અને કૃષિ ક્ષેત્રે ઉદ્યોગોમાં રહેલી વિપુલ તકો પર માર્ગદર્શન આપ્યુ હતુ. તેમજ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ ભેર પ્રશ્નોતરીમાં ભાગ પણ લીધો હતો. કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય અને યુનિટ વડા ર્ડા.વી.પી.રામાણીએ પ્રાસંગોચિત ઉદબોધન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા. સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન ડૉ. પી. એસ. પંચાલ દ્વારા તથા આભાર વિધિ ડૉ. બી. એ. જેઠવા દ્વારા કરવામાં આવી હતી.