આણંદ: 19 સપ્ટેમ્બર
બાળકોને ટીફીન વિતરણ,જમણવારી અને વૃક્ષારોપણ સાથે અનોખી ઉજવણી
17 સપ્ટેમ્બર એટલે કે ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ ત્યારે સમગ્ર દેશ માંથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને શુભકામનાઓ મળી અને ઠેરઠેર ઉજવણી થઈ રહ્યી છે ત્યારે આણંદ જિલ્લાના ચીખોદ્રા ખાતે રહેતા સામાજીક આગેવાન અને હરહંમેશ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહી લોકસેવા કરનાર સંદિપભાઈ પરમાર દ્રારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી.
જેમા તેઓ એ ઉમરેઠ ખાતે સરસ્વતી વિદ્યાલય વિધાભારતી સ્કુલ ખાતે નોટબુક,ચોપડા,ટીફીન ના ડબ્બાનુ વિતરણ કરીયુ અને વૃક્ષારોપણ કરીયુ તથા કણભઈપુરા ખાતે આગંણવાડીમાં બાળકોને ભોજન કરાવ્યુ સાથે બાળકોને ટીફીન ડબ્બાનુ વિતરણ કરીયુ અને સાથે 30 જેટલી સર્ગભા બહેનોને કઢોળનુ વિતરણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી આ પ્રસંગે તેમની સાથે ભાજપા અગ્રણી રોશનભાઈ પટેલ, ડોક્ટર મધુસૂદન.બી.ભગત (ચેરમેન-જીવન જ્યોત ટ્રસ્ટ-ઉમરેઠ),રાજેશભાઈ.એ.પટેલ (પ્રધાન આચાર્ય- શ્રી સરસ્વતી વિદ્યાલય ઉમરેઠ), ડો.મીલનભાઈ પટેલ,પૌલમભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. હતા