પાટણ : 18 સપ્ટેમ્બર
પાટણ શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72 માં જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો કરીને કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો પોતાના જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યો થકી કરે છે જેના થકી છેવાડાના જરૂરિયાત મંદ લોકોને તેનો લાભ મળી રહે ત્યારે આજે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72 માં જન્મદિવસને લઈને પાટણ શહેર સહિત જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો દ્વારા દિવસ દરમિયાન અનેકવિધ સેવાકીય કાર્યો કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી પાટણ શહેર ની મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રદેશના પૂર્વ મહામંત્રી કે સી પટેલની ઉપસ્થિતિમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું તો કુપોષણ નાબુદ કરવા માટે આંગણવાડીના બાળકોને પોષણયુક્ત કીટનું વિતરણ આંગણવાડીઓ ખાતે કરવામાં આવ્યું હતું આમ પાટણમાં વિવિધ સેવાકીય કાર્યો કરી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલ શૈલેષભાઈ પટેલ નગરપાલિકા ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ મહિલા મોરચાના અગ્રણી માનસીબેન ત્રિવેદી સહિતના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.