ગોધરા: 14 સપ્ટેમ્બર
ઘોઘંબા તાલુકામાં આવેલ શ્રી એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજ, સિમલીયાના હિન્દી વિભાગના ઉપક્રમે આજ રોજ રાષ્ટ્રભાષા હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રિન્સિપાલ ડો.દિલીપકુમાર અમીને કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન શોભાવ્યુ હતુ અને શુભકામનાઓ પાઠવી હતી. ડૉ. જે.બી.પટેલે હિન્દી ભાષાના ઉદ્દભવ અને વિકાસ ની વાત કરી હતી. શ્રીમતિ ડો.ડી.વી. ચૌધરીએ 14 સપ્ટેમ્બર1949ના રોજ ભારતની બંધારણ સભા દ્વારા હિન્દી ને રાષ્ટ્ર ભાષા જાહેર કરવામાં આવી તે અંગે વિગતવાર માહિતી આપી હતી.. કોલેજ ના કુલ 27 વિદ્યાર્થીઓ એ હિન્દી દિવસ ની ઉજવણી માં ભાગ લીધો હતો અને હિન્દી ભાષાના જાણીતા સાહિત્યકારો અમીર ખુશરો, કબીર, તુલસી, સુરદાસ,
ભારતેન્દુ, રામચંદ્ર શુક્લ, જય શંકર પ્રસાદ, પ્રેમચંદ, મોહન રાકેશ, મંનુભન્ડારી વગેરે સાહિત્યકારો તેમજ તેમની કૃતિઓનો પરિચય આપ્યો હતો અને કવિતાઓનું ગાન કરીને રાષ્ટ્ર ભાષા હિન્દી પ્રત્યે આદર અને પ્રેમ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ કુ.નિલમ જાદવ અને અલ્પેશ બારીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજ નો સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.