અંબાજી : 14 સપ્ટેમ્બર
અનેક વાર રજૂઆત કરવા છતાં પણ પંચાયત સેક્રેટરી ના આંખ આડા કાન….વરસાદી પાણી ભરાવા ના નિકાલ માટે ની પાઇપ બંધ કરાતા લોકો ને ભારે હાલાકી ભોગવવાનો વારો….
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના બીજા દિવસ થી વરસાદી માહોલ પાછો જમવા લાગ્યો છે ત્યારે અંબાજી ગામ ના ઘણા વિસ્તારો માં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે ત્યારે ગબ્બર રોડ – ટેલિફોન એક્સચેન્જ ઓફિસ તરફ ના વિસ્તાર માં પાણી નો ભારે ભરાવો થતાં લોકો મુશ્કેલી માં મુકાય છે તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રા માં જ પોઢી રહે છે. જે બાબતે અનેક વખત અહીંના રહીશો દ્વારા પંચાયત તંત્ર ને જાણ કરાઇ હતી તેમ છતાં પણ તંત્ર દ્વાર કોઈ પગલાં લેવામાં આવતા નથી.
ચોમાસાના સમય થી આ વિસ્તાર માં ભારે પાણી નો ફ્લો ચાલુ થાય છે જેના માટે રોડ ના કામ કાજ દરમિયાન જ અહી પાણી ના નિકાલ માટે મોટી પાઇપો ગોઠવવામાં આવી હતી પરંતુ અહી રોડ પર બેસતા ગલ્લા – લારીઓ વાળા દ્વારા તેમને અગવડતા ના પડે તે માટે થઈ ને પાઇપ ને માટી વડે પુરાણ કરી બંધ કરી દેવાતા અહી ના વિસ્તાર. માં ભરાતા પાણી ના નિકાલ માટે નો માર્ગ બંધ થતાં પાણી નો ભરાવો નીચે ના રહેણાક વિસ્તાર માં થવા પામ્યો છે જેના કારણે રસ્તા ઉપર પણ ગોઠણ સમા પાણી ભરાતા લોકો ને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે ત્યારે ગ્રામ પંચાયત તંત્ર લોકો ની તકલીફ દૂર કરવાં ના બદલે ઘોર નિંદ્રમાં પોઢી રહ્યું છે ત્યારે આ પાણી ભરાવાના ના કારણે કોઈ અનિચ્છનિય ઘટના બને તે જોવું રહ્યું…..