પાટણ : 14 સપ્ટેમ્બર
ભાજપના શાસનમાં બક્ષીપંચ સમાજને થતા અન્યાય સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા લડત ચલાવવા આહવાન કરતા બક્ષીપંચ સમાજની વોટબેન વોટ બેન્ક ને સુરક્ષિત રાખવા ભાજપ દ્વારા પણ બક્ષીપંચ સમાજના સંમેલનો યોજવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે પાટણ તાલુકાના ડેર ગામે ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય ,રાજ્ય સભાના સંસદ અને ભાજપના રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ડો. કે. લક્ષ્મણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેઓનું બક્ષીપંચ જાતિના વિવિધ સમાજોના આગેવાનોએ મોમેન્ટો અર્પણ કરી ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું.
પાટણ વિધાનસભા બક્ષીપંચ મોરચાના સંયોજક મંગાજી ઠાકોર આયોજિત સંમેલનને સંબોધતા રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર કે લક્ષ્મણ એ જણાવ્યું હતું કે કોંગ્રેસ એ પરિવાર વાદ થી ચાલતી પાર્ટી છે નેહરુ થી લઈ રાહુલ ગાંધી સુધી માત્ર પરિવારનું જ વિચાર્યું છે દેશ માટે કોઈએ વિચાર્યું નથી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક સમાજ પછાત વર્ગ અને ગરીબોની ચિંતા કરી તમામ માટે કામ કરે છે ભાજપના શાસનમાં બક્ષીપંચ સમાજના મુસ્લિમ દલિત અને આદિવાસી સમાજના પ્રતિનિધિ રાષ્ટ્રપતિ બન્યા છે કેન્દ્રીય વિદ્યાલય નવોદય વિદ્યાલય અને તબીબી ક્ષેત્રે ભાજપના શાસનમાં અનામત લાગુ કરવામાં આવી છે કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં પણ 27% ઓબીસી સમાજના પ્રતિનિધિઓને મંત્રી પદ આપવામાં આવ્યા છે યુવાનો રોજગાર લેનાર નહીં આપનાર બને તે દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કામ કરી રહ્યા છે. દેશમાં કોઈ ગરીબ ભૂખ્યો ન સુવે તે માટે ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ આપવામાં આવે છે.
અસંમેલનમા બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદય કાનડ પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ પૂર્વ ધારાસભ્ય રણછોડ દેસાઈ સાગર રાયકા મયંક નાયક સહિત પક્ષના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા