રાપર: 13 સપ્ટેમ્બર
આજે રાપર તાલુકા ખરીદ વેચાણ સંઘ ના ચેરમેન અને વાઇસ ચેરમેન ની વરણી રાપર તાલુકા મામલતદાર કે આર ચૌધરી અને નાયબ મામલતદાર એચ બી વાઘેલા ની ઉપસ્થિત મા વરણી કરવામાં આવી હતી જેમાં ચેરમેન પદ માટે જગદીશભાઈ ગોપાલ ભાઈ વણોલ ના નામ ની દરખાસ્ત માજી ધારાસભ્ય અને ખરીદ વેચાણ સંઘ ના ડાયરેક્ટર પંકજ મહેતા એ કરી હતી જેમાં ટેકો રામજી સોલંકી એ આપેલ તો વાઈસ ચેરમેન તરીકે ઉર્મિલા બેન વાડીલાલ સાવલા ના નામ ની દરખાસ્ત નશાભાઈ દૈયા એ કરી હતી જેમને ટેકો અંબાવી કાનજી વાવીયા એ આપ્યો હતો. રાપર તાલુકા ખરીદ વેચાણ સંઘ ના નિરિક્ષક તરીકે પ્રભારી વિકાસ રાજગોર ચેરમેન તરીકે જગદીશભાઈ વણોલ અને વાઇસ ચેરમેન તરીકે ઉર્મિલા બેન સાવલા નું મેન્ડેટ રજૂ કર્યું હતું આજે યોજાયેલ બને હોદેદારો ને ઉપસ્થિત આગેવાનો માજી ધારાસભ્ય પંકજ મહેતા વાડીલાલ સાવલા નશાભાઈ દૈયા ડોલર ભાઈ રાજગોર હરીભાઇ રાઠોડ રાપર તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ રામજી ચાવડા અંબાવી વાવીયા કરશનભાઈ મંજેરી હરીભાઈ રાઠોડ કાનજીભાઈ ગોહિલ કેશુભા વાધેલા અલારખા રાઉમા દશરથસિંહ વાઘેલા રામજી સોલંકી અંબાવી ડી. વાવીયા કાનજીભાઈ પટેલ પુંજાભાઈ ચૌધરી વિગેરે એ બન્ને હોદેદારો નું સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી જેમાં આ બંને હોદેદારો એ ખેડૂતો માટે ખેડૂત લક્ષી કામગીરી કરવા માટે હંમેશા તત્પર રહેવા માટે તત્પરતા દર્શાવી હતી આમ રાપર તાલુકા ખરીદ વેચાણ સંઘ ના ચેરમેન અને વાઇસ ચેરમેન ની વરણી બિનહરીફ થઇ હતી રાપર તાલુકા કોટન પ્રોસેસિંગ મંડળી અને ખરીદ વેચાણ સંઘ ભાજપ પ્રેરિત રહી છે અને રાપર તાલુકા મા સહકારી ક્ષેત્રે ભાજપ પણ અગ્રેસર રહ્યું હતું