પાટણ : 12 સપ્ટેમ્બર
પાટણ રોટરી ક્લબ ઓફ પાટણનો વર્ષ ૨૦૨૦- ૨૧ તથા ૨૦૨૧-૨૨ નો એવોર્ડ ફંક્શન કાર્યક્રમ ડિસ્ટ્રીકટ ગવર્નર ( DGE ) રો . મેહુલ રાઠોડની ઉપસ્થિતિમાં સંતોકબા હોલ પાટણ ખાતે રવિવારે યોજાયો હતો . એવોર્ડ ફંકશનમાં આસી . ગવર્નર રો . પ્રવીણ વ્યાસ , રો હરેશ પટેલ તથા મહેસાણા જિલ્લાના ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
ડીજીઈ મેહુલ રાઠોડ અને એજી પ્રવીણ વ્યાસે રોટરીની ફેલોશિપની મૂળ ભાવના પાટણ રોટરી કલબમાં જોવા મળી હોવાનું જણાવી બધાને એપ્રિસીએટ કરવાના પાટણ રોટરીના આ કાર્યક્રમને બિરદાવી અન્ય કલબો માટેપ્રેરણારૂપ ગણાવ્યો હતો.
વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રમુખ રણછોડભાઈ પટેલ દ્વારા જયરામ પટેલ તથા વિનોદ સુથારને બેસ્ટ રોટેરીયન એવોર્ડથી તેમજ ઘેમરભાઇ દેસાઈ તથા ધનરાજભાઈ ઠક્કરને આઉટ સ્ટેન્ડિંગ રોટેરિયન એવોર્ડથી સન્માનિત કરાયા હતા . રાજેશ મોદી તથા સતીશ ઠકકરને એક્સેલન્સ સર્વિસ એવોર્ડ , બેસ્ટ ન્યુ રોટેરિયન એવોર્ડથી રાજેન્દ્ર પટેલ , બેસ્ટ ફંડ સપોર્ટર એવોર્ડથી મહેન્દ્ર પટેલ , બેસ્ટ સપોર્ટર ટ્રેઝરર નીતિન પટેલ , બેસ્ટ સપોર્ટર રોટરેક્ટર એવોર્ડથી પૂર્વેશ પટેલ , બેસ્ટ રોટરેકટર એવોર્ડથી જૈનમ પટેલ , બેસ્ટ રક્ત ક્રાંતિવીર એવોર્ડથી નૈતિક પટેલને સન્માનિત કરાયા હતા .
બેસ્ટ સપોર્ટર ક્લબ ટ્રેનર એવોર્ડથી બાબુભાઈ પ્રજાપતિ તથા ડાયનેમિક્સ સેક્રેટરી એવોર્ડથી ઝુઝારસંગ સોઢાને સન્માનિત કરાયા હતા . બાકીના તમામ રોટરી મેમ્બર્સને પણ સુંદર કામગીરી બદલ પ્રો.ચેરમેન અને કો , ચેરમેન મોમેન્ટ થકી સન્માનિત કરવામાં આવ્યા હતા . વર્ષ- ૨૦૨૧-૨૨ ના પ્રમુખ રાજેશ મોદી તરફથી બેસ્ટ રોટેરિયન એવોર્ડથી ઝુઝારસંગ સોઢા તથા ડાયનેમિક ટ્રેનર એવોર્ડથી બાબુભાઈ પ્રજાપતિ , આઉટ સ્ટેન્ડિંગ રોટેરીયન એવોર્ડથી જયરામ પટેલ તથા એક્સેલન્સ એવોર્ડથી વિનોદ સુથારને સન્માનિત કરાયા હતા . બેસ્ટ સપોર્ટર સેક્રેટરી એવોર્ડથી શૈલેષ સોની તથા બેસ્ટ ટ્રેઝરર એવોર્ડથી હરેશ પટેલને , બેસ્ટ ફંડ સપોર્ટર કમલેશ મોદી તથા બેસ્ટ રોટરેકટર એવોર્ડથી વત્સલ પટેલને સન્માનિત કરાયા હતા . આ ઉપરાંત રિલાયન્સ ફાઉન્ડેશનના મુકેશ દેસાઈ , પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન ટીમ , વિનોદ જોશી , જયંતી પટેલ , કમલેશ જોશી , મનોજ પટેલ , જયેશ પટેલ , સંતોષજી જાદવ , ડો . નીપુલ સાલવી , હિતેશ રાવલ , ચૌહાણ મોન્ટુસિંહ , ગણપતભાઈ પ્રજાપતિ , જય પટેલ વિગેરેનું વિશેષ સન્માન કરાયું હતું . પર્યાવરણ ક્ષેત્રે મોટું ફંડ આપનાર બી.કે.પટેલ ડાયનેમિક અમદાવાદની નોંધ લેવામાં આવી હતી . રોટરી પરિવારના બાળકો અને વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું . સમગ્ર કાર્યક્રમનું સંચાલન રો . જય દરજીએ કર્યું હતુ .