પંચમહાલ : 12 સપ્ટેમ્બર
ગુજરાત સરકાર દવારા 2015 માં એક જાહેર નામું બહાર પડવામા આવ્યું હતું જેમાં ગોધરા તાલુકાની ઉપરોક્ત 3 પંચાયતો ને ગોધરા નગર પાલિકામાં જોડાવા માટે જાહેર કરવામાં આવ્યું હતું .જેને લઈ ઉપરોક્ત પંચાયતો એ રી પિટિશન દાખલ કરી હતી. જેમાં થોડા દિવસો પહેલા સિંગલ જજે અમારી પિટિશન ફગાવી દીધી હતી .જેને લઈ અમોએ ફરી થી નામદાર હાઇકોર્ટે માં પિટિશન દાખલ કરી છે.
વધુ માં હજુ ગ્રામ પંચાયત ની ચૂંટણી પતે ને હજુ માંડ 8 મહિના થયા છે જયારે નગર પાલિકાની ચૂંટણી ને હજુ 3 વર્ષ જેટલો સમય બાકી છે તેમ છતાં હિટલર સાહિ નિર્ણય લઈ વાવડી તેમજ અન્ય પંચાયતોના ગરીબ લોકોને પરેશાન કરી રહ્યા છે.
આ તમામ પંચાયત વિસ્તારમાં કામદારલોકો ,મજૂર આદિવાસી અને ગરીબ ખેડૂત પ્રજા રહે છે .આ પંચાયત વિસ્તારોમાં નગર પાલિકા કરતા પણ વધારે સુવિધાઓ મળી રહી છે .જેમાં રોડ ,રસ્તા તેમજ પીવાના પાણી માટે બોર ,મોટર તેમજ હાલમાં નલ સે જળ યોજનાના કનેક્શન પણ કરી આપવામાં આવ્યા છે.વધુ માં પંચાયત વિસ્તારમાં ગેસ લાઈનો પણ કાર્યરત છે અને હજુ સુંધી નગર પાલિકા વિસ્તારમાં ગેસ લાઈનો કાર્યરત નથી. જેથી ઓછા વેરા માં વધુ સારી સગવડો આ પંચાયત ના લોકો ને મળી રહી છે જેથી કરી. આ પંચાયત વિસ્તારોને નગર પાલિકામાં ન જોડાવા સરકાર ને એક અપીલ કરવામાં આવી છે.જો આ માંગણીઓ ને સિવકારવામાં નહિ આવે તો આગામી આવનારી વિધાન સભાની ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી આ પંચાયત ના નાગરિકોએ ઉચ્ચારી છે.