પંચમહાલ : 12 સપ્ટેમ્બર
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર ગોધરા દ્વારા સપ્ટેમ્બરમાં જિલ્લા સ્તરીય યુવા મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં યુવા કલાકારો માટે ચિત્રકલા, કવિતા લેખન , ફોટોગ્રાફી , વક્તવ્ય સ્પર્ધા , સમૂહ સાંસ્કૃતિક કાર્યક્રમ અને યુવા સંવાદના કાર્યક્રમો યોજાશે. સ્પર્ધાઓમાં પંચમહાલ જિલ્લાના વતની અથવા રહેઠાણનો પુરાવો ધરાવતા રહેવાસી હોય તેવા 15 થી 29 વર્ષના યુવક – યુવતીઓ ભાગ લઈ શકશે .વિજેતાઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ભાગ લઈ શકશે . પેઇન્ટિંગ , ફોટોગ્રાફી , કવિતા લેખનના પ્રથમ , દ્વિતીય અને તૃતીય વિજેતાને અનુક્રમે 1000 750 અને 500 રૂપિયા , વક્તવ્ય સ્પર્ધાના પ્રથમ , દ્વિતીય , તૃતીય વિજેતાને અનુક્રમે 5000 , 2000 અને 1000 રૂપિયા , સાંસ્કૃતિક સ્પર્ધાના વિજેતાઓને 5000 , 2500 અને 1250 રૂપિયા આપવામાં આવશે . જ્યારે યુવા સંવાદના 4 સ્પર્ધકને 1500 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે . સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો એનાયત થશે . સ્પર્ધામાં ભાગ લેવા માટે કલેકટર કચેરી ગોધરા પાસે સ્થિત નહેરુ યુવા કેન્દ્રની ઓફીસ ખાતે સંપર્ક કરીને ફોર્મ ભરી શકાશે . ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર છે . વધુ માહિતી માટે સંપર્ક કરો 9726585085/8200120540