કચ્છ: 12 સપ્ટેમ્બર
સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં ત્રણ રથ આજથી 10 સપ્ટેમ્બરના ભુજ તાલુકાના ધાણેટીથી આ ગૌ રજ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત નારાયણ સરોવર અને રાપરમાં પણ ગૌ રજ રથયાત્રાનો પ્રારંભ કરાયો છે
40 દિવસ સુધી કચ્છના ગામે ગામ આ રથ ફરશે જેમાં દરરોજના ત્રણ ગામોમાં જશે દરેક સ્થળે બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત પૂર્વક ગાયોની પૂજા તેમજ કથાકાર દ્વારા ગાય અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે
આ ગૌ રજ રથયાત્રા અંગે અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ જણાવ્યું હતું કે ગુજરાતના દરેક તાલુકા મથકે આ ગૌ રજ રથયાત્રા ફરશે અને દરેક જગ્યાએ જઈને દરેક સ્થળની ગૌ રજ એકત્ર કરશે અને ત્યારબાદ આ રજ અમદાવાદ ખાતે ગૌ ધામની પાયાવિધિમાં અર્પણ કરવામાં આવશે
આજથી ગૌ રજ રથયાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો છે
ત્યારે ગામેગામથી લોકો જોડાયા છે.