ખેડબ્રહ્મા : 9 સપ્ટેમ્બર
ખેડબ્રહ્મા વિધાનસભા કોંગ્રેસનો ગઢ ગણાતો હતો પણ દિવસેને દિવસે જાણે કોંગ્રેસને ગઢમાં ના કાંકરા ખરતા હોય તેવું દેખાઈ રહ્યું છે
બે દિવસ પૂર્વે ખેડબ્રહ્મા વિધાનસભાના વિજયનગર તાલુકાના કેટલા કોંગી કાર્યકર્તાઓ કોંગ્રેસને રામરામ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અને છેલ્લા 20 વર્ષથી ખેડૂતોમાં તાલુકા કોંગ્રેસ સમિતિની અંદર કામ કરતા યુવા અને સામાજિક કાર્યકર તરીકે સમગ્ર તાલુકામાં નામના ધરાવતા તેવા રામજી મહારાજ કોંગ્રેસ સમિતિ માં રાજીનામું ધરી દેતા ખડભડાટ મચી જવા પામ્યો છે
ખેડબ્રહ્મા તાલુકા અને વિસ્તારની અંદર એક યુવા નેતા અને એક હિન્દુત્વની સામાજિક કાર્યકર્તા તરીકે સમગ્ર વિસ્તારની અંદર અગ્રેસર રહેતા અને વિસ્તારની અંદર આવતી આપતી ભૂલ રાહત હોય કોરોનાની મહામારી હોય અથવા તો સામાજિક કાર્યકર તરીકે વિસ્તારના ગરીબમાં ગરીબ કાર્યકર્તાનું કામ કરી આપતા એવા ગરીબો ગરીબ સમાજના મસીહા કહેવાતા રામજી મહારાજ સમિતિમાં રાજીનામું આપતા વિસ્તારની અંદર પણ ભૂકંપ મચવા પામ્યો છે
આ અંગે રામજી મહારાજ નો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે છેલ્લા કેટલા સમયથી કોંગ્રેસની અંદર ખેંચા તાણચાલી રહી છે અને આ વિસ્તારની લોકો સાથે રહી સામાજિક કાર્ય કરીશ અને સામાજિક કાર્ય કરતી સેવા કે સંગઠન અથવા સેવાકીય સંસ્થા સાથે જોડાઈ કામ કરવા માગું છું