ખેડબ્રહ્મા : 8 સપ્ટેમ્બર
વિજયનગર તાલુકાના કાર્યકરો ભાજપમાં જોડાયા
કોંગ્રેસની નીતિથી નારાજ કાર્યકરો કોંગ્રેસને રામરામ કરી કેસરિયો ધારણ કરી રહ્યા છે
આજ રોજ કાલવણ – ટોકરા વસાહત મુકામે જાડોલ ધારાસભ્ય બાબુભાઈ ખરાડી, નનાલાલ અહારી પૂર્વ ધારાસભ્ય, અને ખેડબ્રહ્મા વિધાનસભા ના પ્રભારી ગજેન્દ્ર સકસેના અને અશ્વિન કોટવાલ ની આગેવાની માં પૂર્વ તાલુકા પ્રમુખ કાન્તાબેન બલેવિયા, પૂર્વ તાલુકા સમિતિ ના પ્રમુખ સુરેશદાન ગઢવી, માલધારી સેલના પ્રમુખ ભગવાનદાસ રબારી,પૂર્વ તાલુકા પંચાયત સદસ્યો,આમ આદમી પાર્ટી ના ઉપપ્રમુખ અનિલ કમજી અસારી, પૂર્વ સરપંચ કાથરોટી અને પૂર્વ કાલવણ સરપંચશ્રી રમણભાઈ બોડાત તમેજ કાલવણ, કાથરોટી, ધોલવાણી, ખારીબેડી, નવાભાગા,અભાપુરના આગેવાનો ના કોંગ્રેસ છોડી 500 જેટલા કાર્યકરો ભાજપ કેસરિયો ધારણ કર્યો હતો
મળતી માહિતી અનુસાર ટૂંક સમયમાં ખેડબ્રહ્મા તાલુકાના દિગજ નેતા 2000 કાર્યકરો સાથે કોંગ્રેસને રામરામ કરી કેસરિયો ધારણ કરે તેવી સંભાવના. છે
ખેડબ્રહ્મા ના દિગ્ગજ અને યુવા કાર્યકર ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની જે નીતિ છે અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આડેધડ કાર્યક્રમની વિશ્વાસમાં લીધા વગર કામગીરી કરી રહ્યા છે તેથી અમે નારાજ છીએ