સુરેન્દ્રનગર : 7 સપ્ટેમ્બર
રાજ્યના પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી દેવાભાઈ માલમે આજે સુરેન્દ્રનગર ખાતે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના- સુરેન્દ્રનગરના નવીન મકાનનું ભુમિપુજન અને ખાતમુર્હુત કર્યું હતું. મંત્રીશ્રીએ પશુપાલન વિભાગના અધિકારીઓ પાસેથી આ ભવનનાં નિર્માણનાં પગલે ઉભી થનારી સુવિધાઓ વિશે વિગતવાર માહિતી મેળવતા જણાવ્યુ હતુ કે સરકાર દરેક સરકારી વિભાગની આંતરમાળાકીય સુવિધાઓમાં સતત વધારો કરવા કટિબદ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રૂપિયા ૨ કરોડ ૯૬ લાખથી વધુનાં ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ આ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવશે. ૨ માળનાં આ ભવનનું નિર્માણ કાર્ય ૧૨ માસના ટૂંકા સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે.આ ભવનમાં ૫૦ની બેઠક ક્ષમતા ધરાવતો કોન્ફરન્સ હોલ, રેકર્ડ રૂમ, સ્ટોર રૂમ સહિતની આંતરમાળખાકીય સુવિધાઓથી સજ્જ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, પશુપાલન નિયામકશ્રી ડૉ.ફાલ્ગુની ઠાકર, જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકશ્રી ડૉ.ભરતસિંહ ગોહિલ, નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ.એમ.ડી.સબાપરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદભાઈ પટેલ, અગ્રણી સર્વશ્રી જગદીશભાઈ મકવાણા સહિત પશુપાલન વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ હાજર રહ્યા હતાં.