પાટણ : 7 સપ્ટેમ્બર
જગત જનની માં અંબાના ધામમાં ચાલુ વર્ષે મોટી સંખ્યામાં પદયાત્રીઓ રથ માંડવી અને ધજાઓ લઈને નીકળી રહ્યા છે ત્યારે પદયાત્રીઓની સેવાઓ માટે પાટણ શહેરની વિવિધ સેવાકીય સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પો કાર્યરત કરવામાં આવ્યા છે ત્યારે લાયન્સ ક્લબ ઓફ પાટણ દ્વારા કમલીવાડા ખાતે વિશાળ મંડપ બાંધી પદયાત્રીઓ માટે લાઈવ ઢોકળા ચા ખરી બિસ્કીટ મિનરલ પાણી તેમજ મેડિકલ સેવાઓનો કેમ્પ કાર્યરત કરવામાં આવ્યો છે આ કેમ્પમાં લાયન્સ ક્લબના પ્રમુખ સહિત સભ્યો રાત દિવસ પદયાત્રીઓની સેવા કરવામાં તલ્લીન બન્યા છે.
મોટી સંખ્યામાં પદયાત્રીઓ આ સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છે. પદયાત્રીઓના થાકમાં રાહત થાય તે માટે માલિશ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.