પંચમહાલ : 7 સપ્ટેમ્બર
વિદ્યાભારતી અખિલભારતીય શિક્ષા સંસ્થાન સાથે સબદ્ધ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન જનહિત ઉતકર્ષ સમિતિ સંચાલિત મૈત્રીય ગુરુકુલમ બાલિકા આવાસીય વિદ્યાલયના છાત્રાલયનું ભૂમિ પૂજન આજરોજ ગોધરાના બામરોલી રોડ પર આવેલા મા ગાયત્રી નગર ખાતે સંસ્થાના પ્રમુખ હસ્તે કરવામાં આવ્યું.આ ભવન માં 300 જેટલી બાલિકાઓને આધુનિક સગવડો મળે તે હેતુથી 27 લાખના ખર્ચે આ છાત્રાલય બનાવમાં આવશે .
જેમાં સુવિધાની વાત કરવામાં આવેતો આ એક રૂમ માં 6 થી 8 જેટલી બાલિકાઓને પોતના અલાયદા કબાટ ,સુવામાટે અલગ પલંગ, તેમજ બીજી અન્ય સુવિધાઓ મળી રહે એનું ખાસ દયાન રાખી ને આ ભવન બનાવવામાં આવશે .2008 ચાલતા આ મૈત્રીય ગુરુકુલમ માં ગુજરાત રાજયના અલગ અલગ જિલ્લામાંથી બાલિકોઓ અભ્યાસ માટે આવેલ છે .આ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણા થી ચાલતી સંસ્થા છે.જેમાં ફક્ત ને ફક્ત બાલિકાઓને જ પ્રવેશ આપવામાં આવે છે.
હાલ જે ભવન છે જેમાં 125 જેટલી બાલિકાઓ અભ્યાસ કરી રહી છે.આ સંસ્થામાં આધુનિક સમયના શિક્ષણ સાથે વૈદિક સમય માં ચાલતી ગુરુકુલ પરંપરા ને અનુસરી ને બાલિકાઓ ને દરરોજ સવારે યજ્ઞ(અગ્નિહોત્ર) કરાવવામાં આવે છે.સાથે સાથે આત્મરક્ષણ માટે ની તાલીમ સાથે સાથે બીજી જીવન ઉપયોગી પ્રવૃતિઓ કરવાવામાં આવે છે.આ ગુજરાતની એક માત્ર નિવાસી વિદ્યાલય છે જેમાં ગત વર્ષે ધોરણ 10 નું 100 ટકા અને ધોરણ 12 નું 65 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે.આ નવીન ભવન બન્યા બાદ રાજ્યની વધુ બાલિકાઓને આ સંસ્થામાં પ્રવેશ મળી શકશે. આ કાર્યક્રમ માં જિલ્લાના વિવધ ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા.