પંચમહાલ : 7 સપ્ટેમ્બર
મતદાન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજરોજ મામલતદાર શ્રી ગોધરા દ્વારા સાયન્સ કોલેજ મુકામે પ્રોગ્રામનું આયોજન થયું જેમાં 200 થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં મામલતદાર શ્રી તેજલબેન ઉપરાંત ડેપ્યુટીx મામલતદાર મનીષાબેનને ખાસ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું કોલેજના પ્રિન્સિપાલ તરીકે ડો જી વી જોગરાણા સાહેબે મહેમાનોને કોલેજ વતી આવકાર્યા હતા. પ્રોગ્રામ દરમિયાન ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન નિદર્શન નો કાર્યક્રમ પણ થયો હતો આ ઉપરાંત 1950 અને નવા વિદ્યાર્થીઓ એપિક કાર્ડ કઢાવે એ માટેના ફોર્મ નંબર છ નું ડિસ્ટ્રીબ્યુશન જેવા કાર્યક્રમો પણ થયા હતા કે પછી કેમ્પસ એમ્બેસેડર અનુષ્કા પરમારે નવા વિદ્યાર્થીઓ કે જેમની ચૂંટણી કાર્ડ કઢાવવાના બાકી છે તેમનું લિસ્ટ બનાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર બોટની ડો રૂપેશ નાકર અને એનએસએસ ની ટીમ દ્વારા થયું હતું. પ્રોગ્રામની આભાર વિધિ ગુજરાતી વિભાગના ડો વિભાબેન દ્વારા થઈ હતી.