પાટણ : 7 સપ્ટેમ્બર
પાટણના જાણીતા બિલ્ડર અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા ગોરધનભાઈ ઠક્કર ઉર્ફે બેબા શેઠ દ્વારા તેમના મિત્ર મંડળના સહયોગથી અંબાજી પદયાત્રીઓ માટે ગોળા નજીક મગ અને ચોખ્ખા ઘીનાશીરાનો કેમ્પ ગોઠવવામાં આવ્યો છે.જેનો મોટી સંખ્યામાં પદયાત્રીઓ લાભ લઇ રહ્યા છે.
આદ્યશક્તિ માં અંબાના ધામ અંબાજી ખાતે ચાલુ વર્ષે પગપાળા સંઘોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ત્યારે પદયાત્રીઓની સેવા માટે વિવિધ સામાજિક ,સ્વૈચ્છિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પો ઉભા કરાયા છે. જેમાં પાટણના જાણીતા બિલ્ડર અને ઉદાર હાથે દાન ફાળો આપતા ગોરધનભાઈ ઠક્કર ઉર્ફે બેબા શેઠ દ્વારા તેમના મંડળના સૌજન્યથી આ વખતે ચોખ્ખા ઘીનો શીરો અને ગરમાગરમ મગ તેમજ પદયાત્રીકોને થાકમાં રાહત મળે તે માટે ગરમ પાણીની સુંદર સુવિધા ઉભી કરવામાં આવી છે. પાટણથી અંબાજી માર્ગ પર પાલનપુરથી૧૭ કિલોમીટર દૂર ગોળા ગામની નજીક આ સેવા કેમ્પ ગોઠવવામાં આવ્યો જેમાં કેમ્પનો સમગ્ર ખર્ચ બેબા શેઠે વહન કર્યો હતો . અહીં બેબા શેઠ તેમજ મિત્ર મંડળના યતીન ગાંધી , હેમંત તન્ના , ભરત પટેલ , ઘનશ્યામભાઈ સહિતના કાર્યકરો પણ પદયાત્રીકોની સેવામાં જોડાયા હતા . આ અંગે એક મુલાકાતમાં બેબાશેઠે જણાવ્યું હતું છેલ્લા 32 વર્ષથી આ કેમ્પ ગોઠવવવામાં આવે છે અગિયારસ , બારસને તેરસ એમ ત્રણ દિવસ આ સેવા કેમ્પ કાર્યરત રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.