પંચમહાલ : 7 સપ્ટેમ્બર
ઘોઘંબા તાલુકામાં આવેલ શ્રી એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજ સિમલીયાના NSS એકમ અને મામલતદાર કચેરી, ઘોઘંબાના સંયુકત ઉપક્રમે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો. પ્રિન્સિપાલ ડૉ. દિલીપકુમાર અમીને સ્વાગત કર્યુ હતુ. નાયબ મામલતદાર મુકેશભાઈ પઢીયારે ફોર્મ 6, ફોર્મ 6 ખ, ફોર્મ 7 અને ફોર્મ 8 અંગે વિગતવાર માહિતી આપી હતી. ચૂંટણીકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા અંગે માહિતી આપી હતી. કુલ 30 નવા મતદારોની નોંધણી કરવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રોગ્રામ ઓફીસર ડૉ. આર. પી.મેઘવાળે કર્યું હતું.