ખેડબ્રહ્મા : 7 સપ્ટેમ્બર
ખેડબ્રહ્મા હાઇવે રોડ ખેરોજ થી રતનપુર સુધી સ્ટેટ લાઈટ યાત્રિકો માટે શોભાના ગાંઠિયા બરોબર લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી સ્ટેટ લાઈટ યાત્રિકો માટે બંધ જોવા મળી હતી..
ખેડબ્રહ્મા માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ફોરલાઇન રોડ પર ખેરોજ થી રતનપુર સુધી સ્ટેટ લાઇટ લગાવવામાં આવી હતી. તો દિવ્યાંગ ન્યુઝ ના રિપોર્ટર દ્વારા તપાસ કરતા હજારોની સંખ્યામાં યાત્રિકો નીકળતા હતા એક તરફ અને આ સ્ટેટ લાઈટો બંધ જોવા મળી હતી. તો એક તરફ સરકાર શ્રી ના આદેશ મુજબ તમામ જાતની સગવડ કરવામાં આવી છે યાત્રિકો માટે તો કેમ સ્ટેટ લાઈટ બંધ કરવામાં આવી છે અને શું કારણથી એવી ગામલોકોની માંગ ઉઠવા પામી છે. અને વાત કરવામાં આવે તો યાત્રિકો માટે હજારો સંખ્યામાં યાત્રિકો નીકળતા હોય છે ત્યારે આ રોડ ઉપર લાઈટો બંધ હોવાથી થોડી મુશ્કેલીઓ પણ સર્જાઇ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો હવે એ જોવાનું રહ્યું કે તંત્ર શું આ બાબતે તપાસ કરી અને આ સ્ટેટ લાઈટ ચાલુ કરવામાં આવશે કે શું અને એ જગ્યા ઉપર અંધારું હોય તો લાઈટ ચાલુ કરવી એવો સરકારનો આદેશ આપવામાં આવ્યો હતો. અને ugvcl ની ટીમો પણ તેનાથી રાખવામાં આવેલી હતી. તો હવે એ જોવાનું રહ્યું કે આજે પણ યાત્રિકોનો ભારે સંખ્યામાં યાત્રિકો આ રોડ ઉપર આજે પસાર થશે. તો આ સ્ટેટસ તો ચાલુ કરવી એવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે.