અંબાજી : 6 સપ્ટેમ્બર
૫૧ શકિતપીઠ સર્કલ થી માંડી કૈલાસ ટેકરી સુધી ના વિસ્તાર ના અડધા ઉપર ના પ્લોટ માં અંધારું છવાયેલ જોવા મળ્યું….
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ થી શરૂ થયેલા સૌથી મોટા ભાદરવી પૂનમ ના મહા મેળા માં લાખો ની સંખ્યા માં માઈ ભકતો આવવાના શરૂ થયા છે ત્યારે મેળા માટે વેપારીઓ ને પ્લોટ ની ઊંચી અપસેટ કિંમત રાખી પ્લોટ ની વેચાવલી કરાઇ છે ત્યારે પ્લોટ ફાળવતી વખતે તંત્ર દ્વારા પ્લોટ બાંધી આપવાની સાથે લાઈટ કનેક્શન આપવાની વાત કરાઈ હતી.ત્યારે મેળો શરૂ થયા ના પહેલો દિવસ પૂર્ણ થવા છતાં પણ અડધા ઉપર ના પ્લોટ માં અંધારું છવાયેલ જોવા મળ્યું હતું.
અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળા દરમિયાન વેપારીઓ ને પ્લોટ ની ફાળવણી કરાઈ છે ત્યારે વેપારીઓ ને પ્લોટ પર ટેન્ટ બંધી આપવાની સાથે લાઈટ કનેક્શન આપવાની પણ વાત કરાઇ હતી જ્યારે હકીકત કઈક જુદી જ જોવા મળી રહી છે. ૫૧ શકિતપીઠ સર્કલ થી માંડી કૈલાશ ટેકરી સુધી ના વિસ્તાર માં જે પ્લોટ ફાળવાયા છે તેમાં ના પ્લોટો માં ફક્ત ટેન્ટ બાંધી અપાયા છે પરંતુ લાઈટ કનેક્શન ના ઠેકાણા નથી, રોડ ની બન્ને સાઈડ પાડવામાં આવેલ પ્લોટ માં પ્લોટ ધારકો રોડ લાઈટ ના સહારે બેઠા કે તો ક્યાંક તો રોડ લાઈટ પણ બંધ હોવા થી અંધારા માં બેસી રહેવાનો વારો આવ્યો છે. પોલીસ સ્ટેશન ની સામે ના ભાગ માં આવેલ પ્લોટ તો સામે જૂની કોલેજ કમ્પાઉન્ડ માં બંધાયેલ વિસામા ટેન્ટ ના મોટા ફોકસ ના સહારે કામ ચલાવી રહ્યા છે ત્યારે તંત્ર ની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભા થયા છે . સરકાર શ્રી જ્યારે પ્લોટ ની પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની જવાબદારી લે છે તો પછી અડધી અધૂરી કેમ?? ઊંચી કિંમત ભરી પ્લોટ રાખતા વેપારીઓ, હજારો – લાખો રૂપિયા ના માલ સામાન ભરી વેપાર માટે આવતા હોય છે ત્યારે સુવિધા ના નામે ફક્ત ટેન્ટ બાંધી આપી સંતોષ માની લેવાયો છે.ત્યારે તંત્રની બેદરકારી વેપારીઓ ને ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે જો તંત્ર જ નબળી કામગીરી કરી આપે તો માણસ જાય ક્યાં…..???