પાટણ : 6 સપ્ટેમ્બર
આરાસુરી જગતજનની માં અંબાના ધામમાં પૂનમના મીની કુંભમેળા નો વિધિવત રીતે પ્રારંભ થયો છે ત્યારે આજે પાટણ શહેર સહિત જિલ્લામાંથી 66 જેટલા સંઘોએ અંબાજી તરફ પ્રયાણ કર્યું છે. દિવસ અને દરમિયાન અનેક સંઘો વાજતે ગાજતે જાહેર માર્ગો ઉપર નીકળતા બોલ માડી અંબે જય જય અંબે નાદ થી માર્ગો ગુંજી ઉઠ્યા હતા.
અરવલ્લીની ગિરિકંદરાઓમાં જગવિખ્યાત અંબાજી ધામ ખાતે શ્રદ્ધા ભક્તિ અને શક્તિના ત્રિવેણી સંગમ સમા સાત દિવસીય મહાકુંભ મેળાનો ભહેર પ્રારંભ થયો છે ત્યારે પાટણ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી વિવિધ પગપાળા સંઘો આદેશ શક્તિમાં અંબાના દરબારમાં શીશ નમાાવવા માતાજીની માંડવી અને ધજા લઈ રવાના થયા છે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પગપાળા યાત્રા સંઘો પ્રસ્થાન પ્રસ્થાન કરતા સમગ્ર માર્ગો બોલ માડી અંબે જય જય અંબે ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી એક પછી એક પગપાળા યાત્રા સંઘો અવિરતપણે રાત્રિ સુધી પ્રસ્થાન થતા તેમને હાઇવે સુધી વળાવવા જે તે વિસ્તારના રહીશો સ્વયંભૂ સંઘો સાથે જોડાતા શહેરના રાજમાર્ગો ઉપર માનવ મહેરામણ ઉમટ્યુ હતું.
શહેરના રાજકાવાડા વિસ્તારની રામ શેરી ખાતેથી બપોર બાદ નારસંગા વીર દાદા નો પગપાળા યાત્રા સંઘ પ્રસ્થાન થયો હતો જેમાં 200થી વધુ પદયાત્રીઓ માતાજીની ધજા પતાકા લઈ નીકળ્યા હતા.શહેરના વિવિધ માર્ગો ઉપર સંઘનું સામૈયુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રે ગુજરવાડા યુથ ક્લબ, દ્વારકેશ મિત્ર મંડળ, કસરવાડા યુથ ક્લબ, જીણી પોળ ,બુલાખી પાડો, સરવૈયાવાડો શાહનો પાડો, લોટેશ્વર સહિતના વિસ્તારોમાંથી બોલ માડી અંબે જય જય અંબે નાદ સાથે સંઘોએ અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું.