પાટણ : 5 સપ્ટેમ્બર
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે આઈ કયું એ સી વિભાગ અને કેશ કમિટી દ્વારા શિક્ષકદિન નિમિતે એક દિવસીય સેમિનારનું આયોજન થયું હતું. “ધાર્મિક સર્વસમાવેશકતાનું નિર્માણ” વિષય પર ગાયત્રી પરિવાર, મહેસાણાના સરવાનંદ જોશી દ્વારા ગુરુ-શિષ્ય પરંપરા ઉપર માર્ગદર્શન અપાયું. તો પાટણ બ્રહ્માકુમારીના પૂજ્ય નિલમદીદી દ્વારા વિધ્યાર્થી કાળમાં શિસ્તની સાથે ધ્યાન કેટલું અગત્યનું પરિબળ છે તે સમજાવવામાં આવ્યું અને કેથલિક ચર્ચ પાટણના ફાધર ડોમિનિક દ્વારા ભારતીય શિક્ષણ વ્યવસ્થા અને પશ્ચિમી શિક્ષણ વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરવાનો પ્રયત્ન થયો. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. જે જે વોરા રજિસ્ટ્રાર ડો. રોહિતભાઈ દેસાઇ દ્વારા પણ આજના દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું. કેશ કમિટીના અધ્યક્ષ પ્રો. સંગીતા શર્મા, લો વિભાગના અધ્યક્ષ ડો સ્મિતાબેન વ્યાસ સહિત વિવિધ વિભાગના પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિધ્યાર્થીઓ દ્વારા લખાયેલ અનુભવોને સન્માનિત કરાયા હતા. ખાસ કરીને સંશોધન ક્ષેત્રે વિશેષ કામ કરવા બદલ યુનિવર્સિટીના અધ્યાપકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કેશ કમિટી દ્વારા વુમન ઓફ વર્થ એવોર્ડ આપી મહિલા સભ્યોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહેસાણા ગાયત્રી પરિવારથી આવેલા સરવાનંદ જોશીએ જણાવ્યું હતું કે ગુરુ- શિષ્ય પરંપરા એ ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. ગુરુ એ જીવનમાં અંધકાર દૂર કરી પ્રકાશ ફેલાવાનું કામ કરે છે. ગુરુનો અર્થ સમજાવતા તેમણે જણાવ્યું હતું કે, ગુ- એટલે અંધકાર અને રૂ- એટલે પ્રકાશ તેમણે કાલિદાસ, આરુશી-ઉદ્દનક તેમજ ગુરુ દ્રોણ- એકલવ્યના દ્રષ્ટાંતો સાથે વિધ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો રોહિતભાઈ દેસાઇએ સૌને શિક્ષકદિનની શુભકામના પાઠવી હતી. આજના સાંપ્રત સમયમાં વિધ્યાર્થીઓએ સમજાવ્યું હતું કે આજે જે કઈ મળ્યું છે તેનો સંતોષ માનવો તે પણ અગત્યનું પાસું છે જો વાસ્તવિકતાનો સ્વીકાર કરશો તો જીવનમાં આગળ વધી શકશો.
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. જે જે વોરાએ જણાવ્યું હતું કે, વિધ્યાર્થીકાળમાં શિસ્ત સાથે સયંમ જરૂરી છે. વિધ્યાર્થી શિસ્ત સાથેનું આચરણ કરશે તો ચોક્કસ સફળતા મેળવશે
આ પ્રસંગે કેથલિક ચર્ચ પાટણના ફાધર ડોમિનિક શાબીઓએ જણાવ્યું હતું કે ભારતીય શિક્ષણમાં ગુરુ પોતાના શિષ્યને તેના તમામ અનુભવો આપે છે. કોઈપણ ધર્મ એ સત્યને લોકો સુધી પહોંચાડે છે. અને સત્યને ઉજાગર કરવું એ જ માનવધર્મ
બ્રહ્મકુમારીઝ સેન્ટરના પૂજ્ય નીલમ દીદીએ વિધ્યાર્થીઓને વ્યસન છોડી ધ્યાનને જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્યો હતો. જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે વ્યસન અને આપઘાત તરફ ના જતાં આ બધાનો સામનો ધ્યાન મેડિટેશન છે તેમ જણાવ્યું
આ પ્રસંગે કન્વીનર પ્રો. સંગીતાબેન શર્મા, પ્રો. સ્મિતાબેન વ્યાસ, નિપાબેન ચૌહાણ, ડો. રિધ્ધિબેન અગ્રવાલ સહિત અધ્યાપકો વિવિધ વિભાગના વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા .