અંબાજી : 4 સપ્ટેમ્બર
ભાદરવી પૂનમ ના મેળા નો લાભ લઇ ખેપ મારતો બુટલેગર ની મંશા નાકામ….
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ ભાદરવી પૂનમ ના મહા મેળા ની શરૂઆત ને ગણત્રી ના કલાકો બાકી રહ્યા છે ત્યારે મેળા ની ભીડ નો લાભ લઇ દારૂ ની ખેંપ્ મારતા બુટલેગર ને પાલનપુર એલ.સી.બી. એ ઝડપી કાયદેસર ની કાર્યવાહી કરી રૂ.૨,૧૨,૮૨૦ ની કિંમત નો વિદેશી દારૂ પકડી પડ્યો હતો.
અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના મહા મેળા ને લઇ સરકાર શ્રી ના તમામ તંત્ર તડામાર તૈયારી માં લાગેલ છે ત્યારે મેળા માં આવતા યાત્રિકો અને વાહનો ની સંખ્યા નો લાભ લઈ શાતિર બૂટલેગરો માલ પહોંચાડવાની કામગીરી પાર પડતા હોય છે. ત્યારે હાલ માં એલ.સી.બી.પાલનપુર ભાદરવી પૂનમ ના મહા મેળા દરમિયાન કાયદા અને વ્યવસ્થા ના સંચાલન અર્થે અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન મળેલ બાતમી મુજબ ગબ્બર પાછળ ના ગુડા ગામ તરફ થી એક લાલ રંગ ની બ્રેઝા કાર કે જેની આગળ – પાછળ બન્ને તરફ નંબર પ્લેટ લાગેલ નથી તેમાં વિદેશી દારૂ ભરી અંબાજી થઈ આગળ જનાર છે ની માહિતી મળતાં ગબ્બર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી અને મળેલ બાતમી મુજબ ની ગાડી રસ્તા પર થી પસાર થતા તેને રોકી ગાડી ચેક કરતા અંદર પેટીઓ મળી આવી હતી જેને તપાસતા અંદર વિદેશી દારૂ / બિયર ની બોટલો ભરેલ હતી જે બાબતે પૂછ પરછ કરતા ડ્રાઈવર – નારણસિંહ રંગત સિંહ ડાભી રહે .તા.અમીરગઢ યોગ્ય જવાબ ના આપી શકતા ઝડપી પાડી અંબાજી પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા જ્યાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ પેટી નંગ ૪૨ જેમાંથી ૧૨૮૪ નંગ બોટલો મળી આવતી હતી જેની અંદાજીત કિંમત રૂ.૨,૧૨,૮૨૦/-₹ તેમજ લાલ રંગ ની મારુતિ બ્રેજા ગાડી કિંમત રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૭,૧૨.૮૨૦ ના મુદ્દામાલ સાથે ઈસમ ને પકડી કાયદેસર ની કાર્યવાહી કરેલ હતી.