પાટણ : 27 ઓગસ્ટ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરોધમાં ગુજરાત માં ઠેર ઠેર સરકાર વિરુદ્ધ માં ધરણા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યા છે ત્યારે શનિવારના રોજ સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર ની આગેવાની માં સિધ્ધપુર મામલતદાર કચેરી ખાતે મોઘવારી, બેરોજગારી મુદ્દે ધરણાં પ્રદર્શન સાથે સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ ધરણાં પ્રદર્શન કાયૅક્રમ માં ઉપસ્થિત સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ભાજપ સરકાર વિરુદ્ધ પોતાની તેજાબી ભાષામાં પ્રહાર કરતાં જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશ બે ફાર્ મોંઘવારીને લઈને પીસાઈ રહ્યો છે ભાજપનું શાસન મોંઘવારીને નાથવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીકળ્યું ભાજપ સરકારની તાનાશાહી ગુંડાગીરી અને મનમાની ભયૉ નિણૅયોને કારણે દેશ વિકટ પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યો છે.રોજબરોજ વધતી જતી મોંઘવારી નાં કારણે બેરોજગાર નું પ્રમાણ પણ વધ્યું છે.પ્રજાએ જંગી બહુમતી આપી સત્તાનું સુકાન ભાજપને સોંપ્યા બાદ આ ભાજપ સરકારે પ્રજા સાથે વિશ્વાસ ધાત ક્યો હોવાનાં આક્ષેપ કરી દિવસે દિવસે વધતી જતી મોંઘવારી ને ભાજપ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નિયંત્રણ માં લાવવામાં નહી આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ જલદ કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેવો હુંકાર કર્યો હતો.
સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર ની આગેવાની હેઠળ આયોજિત સિધ્ધપુર મામલતદાર કચેરી ખાતે મોંધવારી મુદ્દે આયોજિત કરવામાં આવેલ આ વિરોધ પ્રદર્શન કાયૅક્રમ માં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી હમીદભાઇ મોકનોજીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, શહેર મહિલા પ્રમુખ દિપીકાબેન ઠાકર, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રૃપસંગ જી ઠાકોર, તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન પ્રવીણભાઈ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એસ.સી. સેલ ના સદસ્ય દિપકભાઇ બારોટ, તાલુકા કોંગ્રેસ મહામંત્રી જયદીપસિંહ ઠાકોર, જીલ્લા કોંગ્રેસ મંત્રી શ્રી હર્ષદભાઈ પાધ્યા, તાલુકા પંચાયત સદસ્ય ખુદાબક્ષ ભાઈ, નગરપાલીકા સદસ્ય જયાબેન શાહ, તેમજ બિપીનભાઈ દવે, રશિદભાઇ કુરેશી, સલમાનખાન પઠાણ, અનિલભાઈ શ્રીમાળી તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત રહેલા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો સહિત સિધ્ધપુર નાં પ્રબુધ્ધ નગરજનો એ જોડાઈ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.