સુરેન્દ્રનગર: 25 ઓગસ્ટ
– બજાણા પોલિસ વિદેશી દારૂના જથ્થા, કાર અને મોબાઇલ મળી કુલ રૂ. 3,12,720ના મુદામાલ સાથે બનાસકાંઠાના બે આરોપીઓને ઝબ્બે કર્યા
બજાણા પીએસઆઇ સહિતના પોલિસ સ્ટાફને અગાઉથી મળેલી બાતમીના આધારે વોચ ગોઠવતા પાટડીના માલવણ હાઇવે પરથી વિદેશી દારૂની 864 બોટલો સાથે કાર ઝડપાઇ હતી. જેમાં બજાણા પોલિસ વિદેશી દારૂના જથ્થા, કાર અને મોબાઇલ મળી કુલ રૂ. 3,12,720ના મુદામાલ સાથે બનાસકાંઠાના બે આરોપીઓને ઝબ્બે કર્યા હતા.
માલવણ હાઇવે પરથી આ કારને આંતરીને સઘન તલાશી લીધી
બજાણા પીએસઆઇ એન.એ.ડાભી સહિતના પોલિસ સ્ટાફને પાક્કી બાતમી મળી હતી કે, પાટડી માલવણ હાઇવે પર વિદેશી દારૂના જથ્થા સાથે સિલ્વર કલરની સ્કોડા કાર નિકળતા પોલિસે છટકું ગોઠવી માલવણ હાઇવે પરથી આ કારને આંતરીને સઘન તલાશી લીધી હતી.
બનાસકાંઠાના બે આરોપીઓને ઝબ્બે કર્યા
બજાણા પોલિસ દ્વારા આ ગાડીમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂના જથ્થામાં બિયર ટીન નંગ- 816, કિંમત રૂ. 97,920, દેશી મદીરાના ચપલા નંગ- 48, કિંમત રૂ. 4800, સ્કોડા ગાડી કિંમત રૂ. 2,00,000 અને મોબાઇલ નંગ- 2, કિંમત રૂ. 10,000 મળી કુલ રૂ. 3,12,720ના મુદામાલ સાથે પ્રધાનસિંહ દેવસિંહ વાઘેલા (દરબાર) અને કમલસિંહ મોહબ્બતસિંહ વાઘેલા (દરબાર) રહે બંને- દાંતીવાડા નાંદોત્રા, તા. દાંતીવાડા, જી. બનાસકાંઠાને ઝબ્બે કરી દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બજાણા પોલિસના આ દરોડામાં પીએસઆઇ એન.એ.ડાભી, ગોવિંદભાઇ ભરવાડ, રોહિતકુમાર અને યશપાલસિંહ રાઠોડ સહિતનો પોલિસ સ્ટાફ સાથે હાજર હતો.