સુરેન્દ્રનગર: 18 ઓગસ્ટ
મેળાઓ થકી સામાજિક સમરસતાની ભાવનાઓનો ઉદય થાય છે.
મેળાઓ સમાજની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મજબૂત કરવા માટે ખૂબ જ આવશ્યક છે. -કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે શંકર સ્ટેડિયમમાં ગ્રામ પંચાયત દ્વારા આયોજીત લોકમેળાનું વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના હસ્તે ઉદઘાટન કરાયું હતું.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણા દેશમાં મેળાનું સાંસ્કૃતિક મહત્ત્વ ઘણું છે. મેળો, જન-મન બંનેને જોડે છે.ગુજરાતમાં તરણેતર અને માધવપુર જેવા અનેક મેળાઓ ઘણા પ્રખ્યાત છે.મેળાઓ થકી સામાજિક સમરસતાની ભાવનાઓનો ઉદય થાય છે.મેળાને સફળ બનાવવા માટે સૌના સાથ સહકાર જરૂરી છે.પ્રધાનમંત્રીશ્રીના સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના પ્રયાસના સિધ્ધાંત થકી આવા કાર્યક્રમો સાર્થક થાય છે.
મંત્રીશ્રીએ ગ્રામજનોનાં આગ્રહ અને ઉત્સાહમાં વધારો કરવા ચકડોળમાં બેસી આનંદ માણ્યો હતો અને સમગ્ર મેળાની મુલાકાત લઈ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ચુડા તાલુકા પંચાયત પ્રમુખશ્રી મોતીભાઈ,તાલુકા પંચાયત સદસ્યશ્રી વિનોદભાઈ,ચુડા સરપંચશ્રી કનૈયાલાલ વાણીયા,ગ્રામ પંચાયત સભ્યોશ્રી, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એચ.ગોરી, અગ્રણી સર્વશ્રી તનકસિંહ રાણા, જયદીપસિંહ ઝાલા, ગૌતમભાઈ, વલ્લભભાઈ, ઘનશ્યામભાઈ, મહિપતભાઈ પરમાર, ભીખુભા તેમજ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.