સુરેન્દ્રનગર: 17 ઓગસ્ટ
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતો લોકમેળો આજે વિધીવત રીતે ખુલ્લો મુકાયો હતો.આ પાંચ દિવસીય મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે અને અંદાજે ૮ લાખથી વધુ લોકો મેળાની મોજ માણશે.
વીઆે-સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા વઢવાણ રેલ્વેસ્ટેશન મેદાનમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે વઢવાણ સ્વામિનારાયણ મંદિરના મહંત તેમજ પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય સહીતના આગેવાનોના હસ્તે લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.મેળમાં વિવિધ પ્રકારના ચકડોળ, નાના બાળકો માટેની રાઇડસ, મોતનોકુવો, ખાણીપીણી તેમજ રમકડાં ના સ્ટોલ સહીતની મનોરંજન ની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તેમજ મેળો માણવા આવતા લોકોની સુરક્ષાને ધ્યાને લઇ જિલ્લા પોલીસ વડા દ્વારા ૧૫૦ થી વધુ જવાનો પીઅેસઆઇ, પીઆઇ સહીતનો પોલીસ કાફલો તૈનાત કરાયો છે. તેમજ સમગ્ર મેળાને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયો છે અને બોડીવાન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે.કોરોના કાળના બે વર્ષ બાદ મેળો યોજાઇ રહ્યો છે ત્યારે લોકોમાં પણ મેળાને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મેળામાં આવતા લોકો પાસેથી ચકડોળમાં વધારે ભાવ ન લેવામાં આવે તે અંગે પણ પાલિકા તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.