અંબાજી:૭ જાન્યુઆરી
અંબાજી મંદિર પરિસરમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાની ૬૦૦ બહેનોને રીંગણ, ગવાર, દૂધી, ટામેટા, ચોળી, લાંબા કાલંગડા, કાકડી, ભીંડાનું બિયારણ એક એકર જેટલી જમીનમાં વાવી શકે અને દિવસના ૪ ટોપલાં જેટલી શાકભાજી વેચી આર્થિક રીતે પગભર થઇ શકે તે માટે સંશોધિત અને હાઈબ્રીડ બિયારણ નયન સિડ્સના યશવંતભાઈ પટેલના આર્થિક સહયોગથી આપવામાં આવ્યા હતા. પાલનપુર રોટરી કલબના સહયોગથી જનજાતિ સમાજના ૨૯ ગામની બહેનોને તેમના પોતાના ગામમાં જ સેનેટરી નેપકીન પેડ નિઃશુલ્ક મળી રહે તેવી વ્યવસ્થાની આજથી શરૂઆત કરવામાં આવી હતી.