પંચમહાલ: 13 ઓગસ્ટ
ઘોઘંબા તાલુકાની શ્રી એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજ સિમલિયામાં આજરોજ દામાવાવ પોલીસ સ્ટેશનના ઉપક્રમે e – FIR લોકજાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં DYSP એસ.બી. રાઠોડ સાહેબ ઉપસ્થિત રહીને વિગતે માર્ગદર્શન આપ્યું હતું.વાહન અને મોબાઈલ ચોરી અંગે હવે e – FIR નોંધાવી શકાશે. ગુજરાત પોલીસ 48 કલાકમાં સંપર્ક કરશે.હવે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી. વેબ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો. હવે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, ઓનલાઈન ફરિયાદ નોંધાવો. PSI શ્રી એમ.આર. ભલગરીયાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સંસ્થાના પ્રમુખશ્રી નટવરસિંહ ચૌહાણ સાહેબે સ્વાગત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય તથા સ્ટાફ, પ્રકાશ હાઈસ્કૂલના આચાર્ય તથા સ્ટાફ, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.