સુરેન્દ્રનગર: 12 ઓગસ્ટ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે સુરેન્દ્રનગરની મુલાકાત દરમિયાન વડવાળા મંદિર, દૂધરેજ ખાતે ભગવાન વડવાળા દેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વડવાળા દેવનું મુખ્યમંત્રીશ્રીએ ભાવપૂર્વક પૂજન કરતા જનસુખાકારીની પ્રાર્થના કરી હતી. અન્ય મહાનુભાવો સાથે મુખ્યમંત્રીશ્રીએ બાળ ગોપાલને ઝૂલે ઝુલાવ્યા હતા. પ્રજાવત્સલ મુખ્યમંત્રીશ્રીએ ભાવપૂર્વક પ્રજાજનોની સુખાકારી માટે સંતો અને મહંતશ્રી કનિરામ બાપુ અને કોઠારીશ્રી મુકુંદરામ બાપુનાં આશીર્વચન મેળવ્યા હતા. સુરેન્દ્રનગરની મુલાકાતથી વડવાળા મંદિર દર્શનનો લાભ મળતો હોવાનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.